________________
૨૫૦ ]
[ મહામણિ ચિંતામણિ
ગોયમના ગુણ ગાવતાં જી, ઘર સંપત્તિની રે કોડ, વાચક શ્રીકરણ એમ ભણે છે, વંદું બે કર જોડ...સમય૦
૧૦.
*
*
*
શ્રી ગૌતમસ્વામીનું સ્તવન સેવો તેવો ગુરુ ગૌતમને દિવાળી દિન આજ;
મારાં સીધ્યાં સઘળાં કાજ. મગધ દેશમાં ગોબર ગામે, બ્રાહ્મણ વસુભૂતિ નામ; તસ પૃથ્વી માતાના ઉદર, ઉપન્યો ગૌતમ સ્વામ....મારા માતાપિતાના લાડકડા એ, બન્યા વિદ્યાના ધામ; ચાર વેદના ચૌદ વિદ્યાના પાઠ ભણે તમામ..મારા) તે કાલે તે સમયે પ્રભુજી, મહાવીર પામ્યા જ્ઞાન; પાવાપુરીમાં વીર પધાર્યા, દેવો કરે ગુણગાન...મારા સમવસરણે ચાર મુખે જી, આપે બોધ અપાર; મધુરી એ વાણીમાં મોહ્યાં, સુરપતિ નર ને નાર....મારા ઇન્દ્રભૂતિ ચિંતવે મન માંહી, સૌ યજ્ઞ તજી ક્યાં જાય; ખબર પડી કે કોઈ સર્વજ્ઞ આવ્યા છે ઈસઠાય...મારા અભિમાનથી ક્રોધ ચઢિયો, ચાલ્યો વીરની પાસ; હું છતાં એ કોણ સર્વજ્ઞ, ધરતો મન ઉલ્લાસ...મારા, સમવસરણમાં પ્રભુને જોતાં, ઇન્દ્રભૂતિ વિચારે; આ તો જિન ચોવીશમાં છે, કેમ જીતવા મારે..મારા મીઠાં વચને પ્રભુજી બોલાવે, હે ઇન્દ્રભૂતિ આવો; ચિત્ત ચમકી ઇન્દ્રભૂતિ ચિંતવે, ખોટો છે મુજ દાવો...મારા૦ ૮. વેદના પદનો અર્થ કહીને, પ્રભુજી ત્યાં સમજાવે; જીવનો સંશય દૂર થયો ને સમ્યફદષ્ટિ થાવે..મારા શિષ્ય સાથે દીક્ષા લીધી, પ્રભુજી ગણધરપદે સ્થાપે; છઠ્ઠ અઠ્ઠમ તપ તરવારે, કર્મ કઠિનને કાપે...મારા કારતક વદિ અમાસની રાતે, વીરજી મોક્ષ સિધાવે; પ્રભુવિરહ ગૌતમનું મુખડું આકુળવ્યાકુળ થાવે...મારા) કોણ વીર ને કોણ હું વળી, ગૌતમ મનમાં ભાવે; પણ પરિણતિ પરિણમતા રે, પ્રભાતે કેવળ પામે...મારા એવા ગુરુ ગૌતમને વંદો, ઊઠી નિત્ય સવારે, કહે હર્ષ ભવજલ તરવા, પહોંચ્યા શિવમંદિર દ્વારે...મારા૦ ૧૩.