________________
૨૪૦ ]
[ મહામણિ ચિંતામણિ
ચૈત્યવંદન (૧) બિરૂદ ધરી સર્વજ્ઞનું, જિન પાસે આવે; મધુર વયણ શું જિનજી, ગૌતમ કહી બોલાવે. પંચભૂતમાંહે થકીએ, જે ઉપજે વિણસે, વેદ અર્થ વિપરીતથી, કહો કેમ ભવ તરસે. દાન દયા દમ ચિંહુ પદ એ, જાણે તેહિજ જીવ; જ્ઞાનવિમલઘન આતમા, સુખ ચેતના સદૈવ.
ચૈત્યવંદન (૨)
ગૌતમ જિન-આણા ગયે, દેવશમાં કે હેત, પ્રતિબોધિ આવત સુના, જાણ્યા નહિ સંકેત. વીર પ્રભુ મોક્ષે ગયા, છોડી મુજ સંસાર, હા હા ભરતે હો ગયા, મોહ અતિ અંધકાર. વીતરાગ નહીં રાગ હૈ, એક પખો મુજ રાગ, નિષ્ફલ એમ ચિંતવી ગયો, ગૌતમ મનસે રાગ. માન કિયો ગણધર હુઓ, રાગ કિયો ગુરુભક્તિ, ખેદ કિયો કેવલ લહ્યો, અદ્ભુત ગૌતમ શક્તિ. દીપ જગાવે રાય તે, તીણે દિવાલી નામ, એકમ ગૌતમ કેવલી, ઉત્સવ દિન અભિરામ.
* * *
શ્રી ગૌતમાષ્ટક સ્તોત્ર (પ્રાચીન સંસ્કૃત ગૌતમાષ્ટકના હિન્દી પદ્યાનુવાદ શ્રી રંગમુનિજી.
તેના ઉપરથી ગુજરાતી રૂપાન્તર કર્તા શ્રી કે. જે. દોશી). ઇન્દ્રભૂતિ વસુભૂતિનંદન, પૃથ્વી માતા છે પ્યારી, ગૌતમ ગોત્ર કુલોત્પન્ન સુંદર દેહ છવિ જેની છે ભારી; દેવ-અસુર-માનવ-ભૂપતિગણ, સહુ સ્તુતિ કરે છે ભાવ ધરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી. ૧. ઉત્પાદ–ધ્રૌવ્ય-વ્યય જ્ઞાન ત્રિપદી વર્ધમાનથી પ્રાપ્ત કરી, મુહૂર્ત માત્રમાં રચના કરીને પ્રકરત જ્ઞાન-વિજ્ઞાન કરી, ચૌદ પૂર્વની સંગ નિમિત્ત કરી છે ભાવ ધરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી. ૨.