________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
અમદાવાદના બામણગારવાના મામલાવવાના પ્રમાણમાં નાના નાના નાના ગામડાવવાના કારણoooo
[ ૨૩૯
૧.
ગુરુ ગૌતમનું પ્રભાતિયું
કર્તા : ઉપાધ્યાયશ્રી માનવિજયજી મહારાજ શ્રી ગુરુ ગૌતમ સમરીએ, ઊઠી ઉગમતે સૂર; લબ્ધિનો લીલો ગુણનીલો, દેખી સુખ ભરપૂર.શ્રી ગુરુ૦ ગૌતમ ગોત્રતણો ધણી, રૂપ અતીવ ભંડાર અઠ્ઠાવીશ લબ્ધિનો ધણી, શ્રી ગૌતમ ગણધાર...શ્રી ગુરુ અમૃતમય અંગૂઠડો, ઠવિયો પાત્ર મોઝાર; ખીર ખાંડ વૃત પૂરિયો મુનિવર દોઢ હજાર...શ્રી ગુરુ" પહેલું મંગલ શ્રીવીરનું, બીજું ગૌતમ સ્વામ; ત્રીજું મંગલ સ્કુલભદ્રનું, ચોથું ધર્મનું ધ્યાન...શ્રી ગુરુ પ્રહ ઊઠી પ્રણમ્ સદા, જિહાં જિનવર ભાણ; માનવિજય ઉપાધ્યાયનું હોજો કુશળ કલ્યાણ...શ્રી ગુરુ
* * * શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત શ્રી ગૌતમ ગણધરની સ્તુતિ ગુરુ ગણપતિ ગાઉં, ગૌતમ ધ્યાન ધ્યાઉં, સવિ સુકૃત સુપાઉં, વિશ્વમાં પૂજ્ય થાઉં; જગજીત બજાઉં, કર્મને પાર જાઉં, નવનિધિ ઋદ્ધિ પાઉં, શુદ્ધ સમકિત ઠાઉં. સવિ જિનવર કેરા, સાધુ માંહે વડેરા, દુધવન અધિકેરા, ચઉદ સયસ ભલેરા, દલ્યા દુરિત અંધેરા, વંદીએ તે સવેરા, ગણધર ગુણ ઘેરા, (નામ) નાથ છે તે હમેરા. સવિ સંશય કાપે, જેને ચારિત્ર છાપે, તવ ત્રિપદી આપે, શિષ્ય સૌભાગ્ય વ્યાપે, ગણધરપદ થાપે, દ્વાદશાંગી સમાપ, ભવદુઃખ ન સંતાપે, દાસને ઈષ્ટ આપે. કરે જિનવર સેવા, જેહ ઇન્દ્રાદિ દેવા, સમકિત ગુણ સેવા, આપતા નિત્ય મેવા; ભવજલનિધિ તરવા, નૌ સમી તીર્થ સેવા, જ્ઞાનવિમલ લહેવા, લીલલચ્છી વરેવા.
-
જે
છે
4