________________
૨૩૮ ]
[ મહામણિ ચિંતામણિ
ગુણ અનંત ગૌતમ કે સમરન,
મિથ્યા મતિ વિષ વમિયે, જસ કહે ગૌતમ ગુન આગે,
રુચત નહિ હમ અમિય...હો અહર્નિશ૦
* * *
ગૌતમ ગુરુ ગુણ ગીતિકા સમર મન, સમર મન, ઇન્દ્રભૂતિ સદા, પ્રહ સમે નામ સૌભાગ્ય કરતા; સહેજે સુખ સંપદા સંપજે જેહથી, વિપુલમતિ જ્ઞાન-પ્રકાશ ધરતા....સમ૨૦ યજ્ઞને છોડીને, માન મદ મોડીને, કરકમલ જોડી પ્રભુ પાસ આયો; વેદનો અર્થભાવાર્થ સહુ સાંભળી, જીવ સત્તાપદે મન ઠહરાયો...સમ૨૦ નગર ગૌવરજનું સપ્તકર કનકતનુ, ચૌદ વિદ્યા નિગમ વેદવેત્તા; વિપ્રકુલ અવતર્યો સકલ ગુણથી ભર્યો, પંચશત શિષ્ય સંદેહ છે....સમર૦ વિશ્વભૂતિ તનુજ નમિત સુરનર દનુજ, અગ્નિભૂતિ અનુજ શમિત કામ; રૂપ નિર્જિત મદન શરદશશિ સમ વદન, પરમ સમતા સદન પુણ્યધામ...સમર૦ ૪. માત પૃથિવી તનય વીર જિનકૃત વિનય, ઈદ્રભૂતિ સયલ સૌખ્યદાયી, કમલદલ સમવસરણ વીર જિનવર ચરણ, સેવતાં ઋદ્ધિ નવનિધિ પાઈ..સમ૨૦ ૫. પરમ મંગલ કરણ સકલ સંકટ હરણ, શુદ્ધશ્રદ્ધાનિધર જગત જનથી; તજી અહંકાર મમકાર જિનવર કરે, આદરી દિખ જેણે શુદ્ધ મનથી...સમર૦ વીર ત્રિપદ સુણી દ્વાદશાંગી તણી, વિશદ રચના રચી ચિત્રકારી, આદરે તેહ સસનેહ સુવિહિત મુનિ, જેહ ગણાધારી માગનુસારી..સમર૦ ચડત કૈલાસ સવિલાસ જિન સંથણી, પન્નરસે ત્રણ્યને દિખ આપી, ખીરને વીરનું ધ્યાન ધરતા થકા, તે થયા કેવળી કરમ ખપાવી..સમર૦ ગોત્ર ગૌતમ તણે નામ ગૌતમ ધર્યું સકલ કારજ સવિ વીર જપતા: ક્ષપક શ્રેણે ચડી, ક્ષમા સાથે અડી, આદર્યું વીરપદ કરમ ક્ષપતા.સમર૦ ૯. તેહના નામને જાઉં હું ભામણે, પ્રથમ ગણધર પદ જે ગવાયો; અમૃતપદ સંગમાં વિલસે ભારંગમાં, પામિયો અચલ સુખ જસ સવાયો...સમર૦ ૧૦.
* * *