________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૪૧
૩.
૪.
૫.
વીર પ્રભુના સમવસરણમાં, ગણધરપદ કો પ્રાપ્ત કર્યું સૂરિમંત્રનો આશ્રય પામી, આનંદ સુખને પ્રાપ્ત કર્યું, મુનિ ગુણી આચાર્ય પ્રવર સહુ સમરે છે ભાવ ધરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી. જેનું મંગલ નામ સ્મરીને ભિક્ષા માટે જાયે અણગાર, કમી નહીં રહતી અન્નજલની, અસન, વસ્ત્ર, સુમિષ્ટ આહાર, પૂર્ણ કામના સહુની થાયે, દઢ ભાવોને હૃદય ધરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી. અષ્ટાપદ પહોંચ્યા છે જે નિજ શક્તિથી કરી વ્યોમવિહાર, જિનપદ વંદન ભાવ સહિત કરવા મનમાં હર્ષ અપાર; ઇન્દ્રો પાસે તીર્થ મહિમા સુણીને પહોંચ્યા ગૌતમ ભાવ ધરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી. પંદરસો તાપસ ત્યાં જોયા, તપ કરી દુર્બલ થયું શરીર, શાંત ભાવથી શુદ્ધ સાધના, સુંદર વહે છે મંદ સમીર અક્ષીણ લબ્ધિથી ખીર પાઈને સંતોષીને પીડ હરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી. સંતુષ્ટ થયા તાપસગણ જ્યારે ચાલીને સમવસરણમાં પધાય; દર્શન કરીને વીરપ્રભુના પામ્યા કેવલપદને પ્યાર; સાધર્મી સેવાનો બહુ લાભ લીધો છે પ્રેમ ધરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી. વીર પ્રભુ જબ મોક્ષ પધાર્યા, ગૌતમ કેવલી પદને પાયા, યુગપ્રધાન પદ સ્થાપન કરીને સુરગણ મનમાં હરખાયા; જિનશાસનનો મહિમા વધાર્યો, મોક્ષલક્ષ્મીને સ્વયે વરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી.
(પ્રશસ્તિ) . ભક્તિભાવથી પાવન થઈને જે ગુરુ ગૌતમના ગુણ ગાશે, રિદ્ધિ-સિદ્ધિ-સુખ સંપદા પામી જીવન સફળ તે સહુ થાશે; રંગમુનિ' ગુરુ ગૌતમ ગુણની પુષ્પમાલા તૈયાર કરી, વાંછિત ફલદાતા ગુરુ ગૌતમ, જય બોલો સહુ હર્ષ ધરી.
૮.
૯.
*
*
*
KUANTAN