________________
૨૩૬ ]
પદસેવા ગુરુરાય કી પુણ્યયોગે પામે નરનાર; ‘સાધુક્ષમાકલ્યાણ’ કી નિત હોજો વંદના બારંબાર
***
શ્રી ગૌતમસ્વામીનો છંદ (અષ્ટક)
કર્તા : કવિવર મુનિશ્રી લાવણ્યસમયજી મહારાજ વીર ‘જિનેશ્વર’ કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિન; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવેનિધાન. ગૌતમ નામે `ગિરિવર ચઢે, મનવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નાવે ટૂંકડા; ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. શાળ દાળ સુરહા ધૃત ગોળ, મનવાંછિત કાપડ તંબોલ; ઘર સુ-ઘરણી નિર્મલ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત.
11411
ગૌતમ ઉદયો અવિચલ ભાણ, ગૌતમ નામ જપો જગ જાણ; મ્હોટાં મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફ્ળ વિહાણ. ઘર મયગલ ઘોડાની જોડ, વારુ પહોંચે વાંછિત કોડ; મહિયલ માને મ્હોટા રાય, જો ત્રૂઠે ગૌતમના પાય. ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. પુણ્યવંત અવધારો સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહુ; કહે લાવણ્યસમય કરજોડ, ગૌતમ ત્રૂઠે સંપત્તિ ક્રોડ,
***
[ મહામણિ ચિંતામણિ
૨.
૩.
૪.
૭.
૮.
૯.
૭. નીચે પ્રમાણે પાઠાત્તરો પણ મળે છે –
૧. સિર ૨. ગયવર, ૩. ખંડે
ખ. આ છંદ જૈન સંઘમાં ખૂબ પ્રચલિત છે અને નિત્યપાઠ કરવાની ધર્મકૃતિઓમાં આ છંદને પણ ગણવામાં આવે છે.