________________
આપ્યું છે, જે વળી એર નવીન જ વૃત્તાંત પુરું પાડે છે. તેમજ “શક સંવત” ને લગતા છે પ્રકારના અર્થ, તેમને આખેયે ઈતિહાસ, ઉત્પત્તિ, સ્થિતિ તથા વિકાસ તદ્દન નવીન
પેજ સારાયે ઈતિહાસમાં દેખા દે છે. વળી આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી અનેક વિગતે આ ખંડના બને પરિચ્છેદમાં ભરેલી છે. - ખંડ નવમો–કુશનવંશને લગતે છે. તેના ચાર પરિછેદ પાડયા છે, ત્રણમાં ખાસ કુશાન વંશનું જ વર્ણન છે. અને ચોથામાં તે વંશના ક્ષત્રપે, એટલે ચકઠણુવંશી પશ્ચિમ હિંદના ક્ષત્રપોનું ખ્યાન કર્યું છે. આમાં ચપ્પણ સંવત કેમ અને ક્યારે ઉભે થયે, ક્ષત્રપ મહાક્ષત્રના અધિકાર કેવા હોય છે; ચઠણને શક કહેવાય છે તે વ્યાજબી છે કે કેમ? નહપાણ અને ચષ્ઠણની જાતિ, સમય તથા અન્ય પ્રકારે જે ભિન્નતા છે તે બધું બહુ જ રસભર્યું વાંચન રજુ કરે છે તથા અદ્યાપિ પર્યત ચાલુ આવેલી માન્યતાને ઘણીયે રીતે ઉથલાવી નાંખતી નજરે પડે છે. કુશનવંશી રાજાના વર્ણન માટે ત્રણ પરિચ્છેદ કવા પડયા છે. પ્રથમ પરિચ્છેદે તેમનું ઉત્પત્તિસ્થાન, નામાવલી અને વંશાવળીની ચર્ચા ઉપાડી તે બધું યથોચિત, સ્પષ્ટાકારે ગોઠવી દીધું છે. તેમાં મુખ્ય ખૂબી બે ત્રણ બાબત વિશે તરી આવતી દેખાશે. અત્યાર સુધી એક કનિષ્ક થયાનું જણાયું છે;
જ્યારે એ કનિષ્ક થયાનું પુરવાર થાય છે. તેમજ રાજા હવિકે જે જુક નામથી ઓળખાવી તેને અધિકાર હાથ લીધે હેવાનું શીખવાય છે તેને બદલે હવે રાજા વઝષ્ક નામની તદ્દન નવીન વ્યક્તિ દાખલ કરાઇ છે અને તેનું નામ જ જુષ્ક હતું જ્યારે હવિષ્ક તે કનિષ્ક બીજાની સગીર અવસ્થા દરમ્યાન રીજેટ તરીકેજ હતે; અને કનિષ્ક બીજે ગાદીએ આવતાં, તેણે પોતાના કાકા હવિષ્કને તેમની જીદગી સુધી કેટલાક વિશેષ અધિકાર આપી એક સ્વતંત્ર રાજકર્તા તરીકે પિતાના સામ્રાજ્યના અમુક ભાગ ઉપર હકુમતને ભોગવટે કરવા દીધો હતો. આ પ્રકારની ઘણી ઘણી નૂતન વિગતે શિલાલેખે આધારે શોધી કાઢી સાબિત કરી આપી છે. ઉપરાંત આઠ નવીન પ્રશ્નો ઉભા કરીને સર્વેનું વિગતવાર વર્ણન આપ્યું છે તથા ઐતિહાસિક બનાવની ગુંથણી કરી બતાવી છે. સૌથી આશ્ચર્યભર્યું એક તત્ત્વ તે એ છે કે, જે શક સંવતને પ્રારંભિક સમય અદ્યાપિ પર્યત ઈ. સ. ૭૮ ને મનાય છે તેની સાલ કયાંક આઘી જ નીકળી પડે છે. તે આખુંયે પ્રકરણ નવીનજ સ્વરૂપ ધારણ કરતું દેખાય છે અને નિશ્ચિતપણે ઠરાવી આપેલ આ નવીન સમય પ્રમાણે, હવે પછી બની રહેલી એતિહાસિક ઘટનાઓ, જેને સમજવામાં કેટલીય મુશ્કેલીઓ, ગૂંચવણે, શંકાઓ અને અનિશ્ચિતતાઓ ઉદભવતી આવી છે તે સર્વેનું સમાધાન કેવી સરળતાથી આવી જાય છે તે દષ્ટાંતપૂર્વક બતાવી અપાયું છે. એટલે તે ઠરાવી આપેલ નવીન સમયને કસેટીએ ચડાવી તેની સત્યતા પણ પુરવાર કરી આપી છે.
દશમે ખંડ–ચેદિવંશને છે. તેણે પાંચ પરિચ્છેદ રોક્યા છે. પ્રથમ પરિછેકે પુસ્તક પહેલામાં જ્યાંથી ચેદિવંશને ઈતિહાસ છેડી દીધું છે ત્યાંથી માંડીને, હાથીગુંફામાં નિર્દિષ્ટ રાજા ક્ષેમરાજ ગાદીપતિ થયે ત્યાં સુધીનું અનુસંધાન જેડી બતાવ્યું