________________
તેના યથામતિ અગાઉથી ખુલાસા આપ્યા જ છે. છતાં જે કાંઈ દેવું જણાઈ આવે તે માટે અમે પિતાને જ જવાબદાર લેખીએ છીએ, તે માટે વાચકવર્ગની ક્ષમા યાચીએ છીએ. હવે આ ચેથા ભાગની પ્રસ્તાવના ઉપર આવીએ.
(મા) પ્રસ્તાવના આખા પુસ્તકના ચાર ભાગને બદલે હવે પાંચ ભાગ કરવા પડયા છે તથા કરવા ધારેલા અગીયાર ખંડમાંથી પ્રથમના છ ખંડનું વૃત્તાંત, પ્રગટ થયેલ ત્રણ ભાગમાં અપાઈ ગયું છે. ત્યાં સુધીની સ્થિતિ સર્વની જાણમાં છે. એટલે બાકી રહેતા બે ભાગમાં સાતથી અગીયાર સુધીના પાંચ ખંડનું વર્ણન કરવું રહ્યું ગણાય. આ પાંચમાંથીયે સાતમા તથા આઠમા ખંડનું સ્થાન ફેરફાર થયા વિના કાયમ રાખ્યું છે. પરંતુ ચેદિવંશને નવમ, શતવહનવંશને દશમે અને કુશાન તથા ચઠાણુવંશની હકીકતને લગતા અગીઆરમો ખંડ, એમ જે ક્રમ ઠરાવ્યો હતો તેમાં ફેરફાર કરીને વર્ણનો સંબંધ અને સમયને લગતી સમજૂતી બરાબર સરળતાથી મગજમાં ઉતરી જાય તે હેતુથી, કુશાન-ચપ્પણવંશને નવમા ખંડે અને ચેદિવંશને દશમા ખંડે ગોઠવી, તેમને આ ચોથા ભાગમાં સમાવેશ કર્યો છે; જ્યારે શતવહન વંશને આખોયે અગિયારમો ખંડ સ્વતંત્ર રીતે પાંચમા ભાગને માટે બકાત રાખ્યો છે. એટલે આ ચોથા ભાગના પૂર્વાર્ધના વર્ણનમાં કેટલેક ઠેકાણે ચઠણ-કુશાન વંશ કે ચેદિવંશની વિગત જેવાના આધાર બતાવતાં પુસ્તક પાંચમામાં જુઓ એવું લખાઈ ગયેલું દેખાઈ આવે છે તે સુધારી લેવા વિનંતિ છે.
ખંડ સાતમે– આખા ગર્દભીલ વંશનું વર્ણન અપાયું છે. તેના ત્રણ પરિચ્છેદ પાડયા છે. ખરી રીતે ગર્દભીલ વંશના બેજ પરિચ્છેદ કહેવાય, પરંતુ વચ્ચે સાત વર્ષ સુધી શક પ્રજાને અવંતી ઉપર અમલ થવા પામ્યું હતું એટલે તે પ્રજાના અધિકારનું વર્ણન એક પરિચ્છેદમાં આપી તેને આ ગર્દભીલવંશી રાજાઓના ખંડમાં જ સ્થાન આપવું પડયું છે. ત્રણે પરિચછેદમાં અત્યાર સુધી ભારતીય ઇતિહાસના પુસ્તકમાં ન જણયલી હકીકતોને જ મુખ્ય અંશે નિર્દેશ કરાવે છે. એટલે આખીયે વસ્તુ નવીન જ લાગે છે. - ખંડ આઠમો–સમયની કાળગણના–એટલે ભારતીય ઇતિહાસમાં કેટલા સંવત્સરો કયારે જણાયા છે, તેમની ઉત્પત્તિ, તેમને સ્થાપક કેણ, સ્થાપનાને સમય કયો તથા કયા કારણથી સ્થાપના કરવામાં આવી તે સર્વની સવિસ્તર નેંધ લીધી છે, તેમજ વિદ્વાનોનાં કથનોનાં અવતરણો ટાંકી ટાંકી, તેમાં રહેલું રહસ્ય, દાખલા દલીલ તથા ઉલટા સુલટા પ્રશ્નો ઉભા કરીને, એક પછી એક મુદ્દા લઈ સમજાવવા પ્રયત્ન કર્યો છે અને છેવટે પાકા નિર્ણય કરી બતાવ્યા છે. તેમજ ક્ષહરાટ સંવત, મહાવીર સંવત, ચઠણે સંવત આદિનાં નામ જે કદાપી નહીં સંભળાયલ, તે સંવત પણ શિલાલેખો, સિક્કાઓ તેમજ સરકારી દસ્તાવેજો સુદ્ધાતમાં પણ વપરાયા છે તે દષ્ટાંત સહિત સાબિત કરી બતાવ્યું છે. વિક્રમ સંવત એક વખત ગતિમાં આવ્યા બાદ કેટલાય વખત તેનું પાછું નામનિશાન જતું રહ્યું છે અને વળી અમુક સંજોગોમાં પુર્નજીવન પામે છે તેનું વર્ણન