________________
છે. તે બાદ તેના તથા તેના પુત્ર વૃદ્ધિરાજના રાજ અમલનો સંપૂર્ણ વૃત્તાંત આપે છે. બીજા પરિચછેદમાં ઈતિહાસકારોએ હાથીગુફામાં દર્શાવેલ મગધપતિ પુષ્યમિત્ર-બહસ્પતિમિત્રને જે પુષ્યમિત્ર ઠરાવ્યું છે અને તેમ કરી પુષ્યમિત્રને ખારવેલને સમકાલીન ઠરાવી આખા ઈતિહાસનું ચણતર ઘડી કાઢયું છે, તે સર્વ હકીકતની પોકળતા લગભગ વીસ જેટલી સંખ્યામાં Negative, Positive and Affirmative-નકારાત્મક, હકારાત્મક અને પૂરક પુરાવાઓ આપીને સિદ્ધ કરી આપી છે. એટલે કે ખારવેલને સમય પુષ્યમિત્ર શુંગવંશીના સમસમી તરીકે ઈ. સ. પૂ. ૧૮૦ની આસપાસને જે મનાય છે તેને બદલે તેની પણ પૂર્વે આશરે અઢીસદીને હોવાને તથા લેખમાં વપરાયેલ ૧૦૩નો આંક નથી મર્યસંવતને કે નથી નંદસંવતને, તે પણ સાબિત કરી આપ્યું છે. હાથીગુફાના લેખની સત્તરે પંક્તિઓના અનુવાદમાં રહેલી બરાબર ત્રણ ડઝન જેટલી ગેરસમજૂતિઓને ઉકેલ કરી, તેની સત્યતાની ખાત્રી માટે તેજ લેખમાં વર્ણવેલી ઐતિહાસિક ઘટનાને કેવી રીતે સુમેળ સંધાતો દેખાય છે તે બતાવી આપ્યું છે, તેમજ રાજા ખારવેલના ધર્મ સંબંધી જે વિગતે દર્શાવાઈ છે તેનું વિવેચન કરી કેટલીયે હકીકત ઉપર નવીન પ્રકાશ પાડશે છે. એટલે તે લેખ રાજકીય દષ્ટિએ ઘડાયો હોવાની જે માન્યતા છે તેના કરતાં ધામિક દૃષ્ટિએ કોતરાવાયો હોવાનું સ્પષ્ટ કરી આપ્યું છે. આ ઉપરથી શિલાલેખની લિપિના ઉકેલમાં કેટલે દરજે ભૂલ થઈ જાય છે તે હવે સ્પષ્ટ સમજાતું જાય છે, તેમજ ભૂતકાળના વિદ્વાને ભૂલ ખાય જ નહીં, તેઓ જે વદે છે અથવા વદયા છે તે સર્વદા જડબેસલાક જ રહેવું જોઈએ; ઈ. ઈ. પ્રકારનું માનસ હવે પલટે માંગે છે. તેમજ શિલાલેખ અને સિક્કાના પુરાવા ઉપર જ કેવળ આધાર ન રાખતાં તેને ગણિતશાસ્ત્રની રિતીએ પણ ચકાસી જેવા જોઈએ અને તે પછી જ તેને નિશ્ચયપૂર્વક સ્વીકારી લેવું રહે છે. ચોથા પરિચ્છેદે લેખમાં વપરાયેલ બે ત્રણ શબ્દ વિશેષ સ્પષ્ટીકરણ માંગતા હોવાથી તેનું વિવેચન કર્યું છે. તે શબ્દોમાં એક, પુસ્તકોદ્ધાર તથા દુષ્કાળને લગતે, બીજે મહાવિજય પ્રાસાદને લગતે અને ત્રીજે કલિંગજીની મૂર્તિને લગતે છે; પ્રસંગોપાત આ સ્થાનમાં આવી રહેલી જગન્નાથપુરીના વિશ્વમંદિર તથા તેમાં રહેલી શ્રીકૃષ્ણ, સુભદ્રા અને બળરામજીની ત્રિમૂતિઓનું વર્ણન આપી તે સંબંધીની પ્રચલિત માન્યતામાં પરિવર્તન કરવી પડે તેવી હકીકત દાખલા દલીલે પૂર્વક સમજાવાઈ છે; તથા મૂતિ અને મૂર્તિપૂજા, હિંદુ અને જૈન, એક કે ભિન્ન તે પ્રશ્ન ચર્યા છે. પંચમ પરિચછેદે ત્રિકલિંગનું સ્વરૂપ સમજાવી તેમાં કયા કયા દેશ ગણાતા તેને રસપૂર્વક ઈતિહાસ ઉપજાવી કાઢે છે. તથા હિંદી આકપેલેગોમાં પણ કેવી રીતે હિંદી સંસ્કૃતિનું સરણ થવા પામ્યું હતું તે સાબિત કરી બતાવ્યું છે, છેવટે ખારવેલનું સામાજીક જીવન ચીતરી બતાવી સમ્રાટ પ્રિયદર્શિનના જીવનની સાથે તુલનાત્મક વર્ણન કર્યું છે અને તેના મરણ બાદ જે બે રાજાઓ થયા છે તેના રાજયે બનેલા બનાવોનું વૃત્તાંત આપી ચેદિવંશની સમાપ્તિ કરી બતાવી છે. આ પ્રમાણે દશમાખંડના પાંચ પરિચછેદે પણ આગળના ખંડોની પેઠે ઘણી