SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * 'વિસ્મય, પલક પ્રધાનની તૈયારી | અશુભમાંથી શુભમાં, અંતે શુદ્ધમાં. શંકા એ ધર્મક્ષેત્રનો દુશ્મન છે. કિયા કાયસ્પર્શી બની હવે આત્મ સ્પર્શી બનાવો. વિવેક વગરની સત્તા સર્વનાશ કરાવે તક શોધી લો, તકદીર બદલાશે. આશય, ભાવ અને ક્રિયા ત્રણેયને શુદ્ધ કરવાની જ મહેનત કરો. માનસિક વલણ ઉપર કિયાનો મુખ્ય આધાર છે. * * * * * ક્રિયાષ્ટકમાં ઉપાધ્યાય યશોવિજયજી મ. કહે છે. અસંગદશાની અંદર વિકલ્પ રહિત સમાધિની જે સ્થિતિ છે તે અંતિમ સ્વરૂપ દશાને પ્રાપ્ત કરવા માટે પરમાત્માએ કહેલી ક્રિયાને અનુસરવું પડશે. અસંગદશામાં જ્ઞાન અને ક્રિયાનો ભેદ નથી રહેતો. જો કોઈ પણ ક્રિયામાં ઉપયોગ રહે તો એ ક્રિયા શુધ્ધ બને છે. વિકલ્પરહિત સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે ક્રિયા તો કરવી જ રહી એ તો નક્કી વાત છે. વચનાનુષ્ઠાન પ્રમાણે જે જીવે તેને અસંગાનુષ્ઠાનમાં એક દિવસ પ્રવેશ મળે છે. ક્રિયા દ્વારા જ અક્રિય બનવાનું છે. જયાં આત્મ પ્રદેશોનું સ્પંદન છે, ત્યાં કર્મોનો બંધ છે. સ્પંદન બંધ થાય ત્યાં કર્મોનો બંધ થતો નથી. અસંગ અનુષ્ઠાન તરફ ગતિ કરવા માટે વચનાનુષ્ઠાન જરૂરી છે. જેમ કાંટો કાંટાને કાઢે, લોઢું લોઢાને કાપે એમ શુભક્રિયા જ આત્માને એક દિવસ અક્રિય બનાવે છે. ક્રિયાથી ક્રિયાનો નાશ થશે. જે ક્રિયા ચાલી રહી છે, એના નાશ માટે શુભક્રિયા તો કરવી જ રહી આપણી દરેક શુભક્રિયા શુધ્ધ ક્રિયામાં બદલાવી (Transfer) જોઈએ. ક્રિયા કરતાં ઉમંગ વધવો જોઈએ. આપણે શુભ કિયા તો ઘણી જ કરીએ છીએ પરંતુ શુધ્ધ ક્રિયા ઓછી કરીએ છીએ. જો શુધ્ધમાં જવું હોય તો ક્રિયાને ઉપયોગવંતી બનાવવી પડશે. શુધ્ધ બન્યા વગર નિરંજન બુધ્ધ નહીં થવાય. આપણી દરેક ક્રિયા યોગ પ્રધાન નહીં પણ ઉપયોગ પ્રધાન બનવી જોઈએ. ક્રિયા દ્વારા પુણ્ય પણ બંધાય છે. એ પુણ્યના ભોગવટામાં આનંદ આવી જાય તો સંસાર લીલુંછમ બની જાય. પુણ્ય મળે એ જુદુ અને માંગવું એ જુદુ છે. મળવામાં વાંધો આવતો નથી, માંગવામાં વાંધો આવે છે. aata traiti if tilittittedજatted it ii ૨૯૦ કડક સ જા
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy