SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત ધર્મથી સુખ મળે પણ મંગાય નહીં. ગીતાર્થ આચાર્યોની વાત કયારે બે મત થાય તો એમાં ઊંડા ઉતરશો નહિ. પરમાત્માએ કહેલી દરેક ક્રિયાનો આદર કરો. વિવાદમાં જશો તો પામવાનું પાણી નહીં શકાય. મતમતાંતરોમાં પડવાથી રાગ-દ્વેષની પરંપરા વધે છે. જયાં રાગદ્વેષ થાય છે, ત્યાંથી મોક્ષ દૂર થાય છે. ક્રિયાની વાત કરતા જ્ઞાની ભગવંતો કહે છે, વિષક્રિયા કોનું નામ! માનસિક વલણ ઉપર ક્રિયાનો મોટો આધાર છે. ઈહલૌકિક સુખ અને પ્રશંસાની ઈચ્છાથી જે ક્રિયા કરાય એનું નામ વિષક્રિયા. સન્માન કે ભૌતિક પદાર્થોની ઝંખનાથી કરાતી ક્રિયા તે પણ વિષક્રિયા. શંખેશ્વર દાદાની અઠ્ઠમ શા માટે? મારું ઠેકાણું પડી જાય એ વિષક્રિયા. ક્રિયા કર્યા બાદ યશની ઈચ્છા ન રાખો. આ વિષક્રિયા આત્માને ભવાંતરમાં પરમાત્માથી દૂર લઈ જાય છે. ગરલ ક્રિયા! જે ક્રિયા કરું એનાથી મને પરલોકમાં સુખ મળે એ ગરલક્રિયા છે. વિષ તાત્કાલિક મારે છે. પણ ધીમું ઝેર રીબાઈ રીબાઈને મારે છે. વિષ ક્રિયા પણ ખતરનાક અને ગરલ ક્રિયા પણ નુકસાનકારક છે. પૂર્ણ નથી બન્યા ત્યાં સુધી ક્રિયા જરૂરી છે. ઉપર પહોંચવા સુધી જરૂરી છે. નિસરણી ઉપર પહોંચ્યા પહેલાં કાઢી નાખીએ તો? પડી જવાય. ક્રિયા કરે પણ ક્રિયામાં ઉપયોગ ન હોય, ક્રિયા કાય સ્પર્શી હોય પણ આત્મ સ્પર્શી ન હોય એ અનનુષ્ઠાન ક્રિયા. ઘણીવાર કોઈ ક્રિયા કરતાં હોય ક્રિયાની બાબતમાં પૂછીએ ત્યારે કહે ખબર નથી આમ શા માટે કરીએ છીએ! મહત્વ શું છે એની જાણ પણ હોતી નથી. ગાડરીયા પ્રવાહની જેમ કર્યા કરવાનું. ઘેટામાં તો શિસ્ત હોય છે માણસમાં આ શિસ્તનો પણ અભાવ હોય છે. ગતાનુગતિક બેધ્યાનપણે ક્રિયા કરતા હોઈએ છીએ. ક્રિયાથી લાભ નથી મળતો એમ આપણને ઘણીવાર લાગે છતાં પણ ખબર ન હોય એ પ્રમાણે કર્યા કરીએ છીએ. ડોશીમા ભાગવત સાંભળવા બેઠા છે. એમનું ધ્યાન ઝાડુ-દૂધમાં જ પડ્યું છે તો ભાગવત કયાંથી સંભળાય. ઉદ્દેશ વગરની ક્રિયાનો સમાવેશ અનનુષ્ઠાનમાં થાય છે. જો ક્રિયા ઉપયોગથી થાય તો એનો પડઘો રાતના પણ થાય છે. ચલણા રાણી સુતા છે. ઠંડીની સીઝન છે. પોતાનો હાથ (બહાર) ઠંડીથી ચીમળાયો ત્યારે એ બોલી ઉઠ્યા : “એ શું કરતાં હશે?” શ્રેણિક મહારાજાના કાને આ શબ્દો પડયા. હું તો ઘરમાં છું. નક્કી ચેલણાના મનમાં બીજો કોઈ વસેલો છે. શંકા, એ ધરતીકંપ સર્જે છે. શંકા મચાવે કેર. શ્રેણિક સવારના ઉઠે છે. શ્રેણિક મહારાજા અભયને કહે છે, અંતઃપુરને સળગાવી દો. જ્ઞાની ભગવંતો કહે છે, રાગ એટલા માટે ભયંકર છે કે એમાંથી આગ કયારે નીકળે છે એની કોઈ ગેરંટી નથી * It is a viEast rity tration ##### # Y sittities attit I s Tiwari રહ૬ E Fiza REXItaxtil a Elsa tries | Y #india #sisting Yagnities
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy