SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પીવો.'' મેં નિયમ લઈ લીધો. આ ક્રિયા આપને તો હસવા જેવી લાગે છે. મહાપુરૂષોની સામાન્ય વાત પણ અસામાન્ય ફળ આપે છે. તેમનો એક જ શબ્દ મહત્વનું કામ કરી જાય છે. શબ્દો મહત્વના નથી પણ એ કોણ બોલે છે એ મહત્વનું છે. ‘‘ગાંઠ છોડ્યા સિવાય દારૂ પીવું નહીં.'' એક વખત દારૂ પીવા બેઠો ત્યારે ગાંઠ છૂટી નહીં, ઘણી મહેનત કરવા છતાં સફળ ન થયો. મગજની નસો તડતડ તૂટવા લાગી. ચક્કર આવવા લાગ્યા. ત્યારે કોઈપણ પ્રકારના નિયમમાં આપણી જેમ છટકબારી ન શોધતાં નિયમમાં સ્થિર રહ્યો. દેવાત્મા કહે છે. ‘‘ગાંઠ ન છૂટી. હું મૃત્યુ પામી નવો કપર્દી યક્ષ બન્યો છું.'' વજસ્વામી દેવાત્માને કહે છે, અત્યારે પાલીતાણાનો ઉધ્ધાર કરવા જેવો છે. દુષ્ટોનું મહત્વ જામી જાય, ત્યારે સજ્જનો પાછળ ખસી જાય છે. દુષ્ટ દેવો પ્રતિમાજી ઉ૫૨ લોહી અને માંસના લપેડાઓ કરતા હતા. વજસ્વામી દેવાત્માને કહે છે. તારે ઋણ અદા કરવું છે તો સિધ્ધક્ષેત્રમાં તીર્થને ભક્તો માટે નિર્ભય બનાવવું જોઈએ. ત્યારે જાવડ કહે છે, મારા ૧૨ વહાણો સુવર્ણથી યુક્ત હમણાં આવ્યા છે. મને ઉધ્ધાર કરવાનો લાભ આપો. ત્રણે પાલીતાણા આવે છે. નવી મૂર્તિ ૨૧ વખત રથ દ્વારા ઉપર લઈ જવામાં આવી. ઉપર પહોંચાડયા પછી તે પ્રતિમાજી નીચે જ આવી જતાં હતાં. હવે શું કરવું? જાવડને વજસ્વામીજી કહે છે, મોતને માટે તૈયાર થવું પડશે. આ ૨થ ઉપર પહોંચ્યા પછી એ રથના પૈડા નીચે સૂઈ જવું જોઈએ. હવે આ એક જ માર્ગ છે. નવા કપર્દી સાહેબજીની સેવામાં હાજર છે. યક્ષની સહાયથી, જાવડની નિષ્ઠાથી અને વજસ્વામીની પવિત્રતાથી શત્રુંજય નિર્ભય બન્યું. તીર્ણોદ્વાર શક્ય બન્યું. એક નિયમ પાળવાની ક્રિયા ક્યાં પહોંચાડે છે. અલ્પ નિયમની પણ તાકાત જોરદાર છે. આપણી નિષ્ઠા, યોગ્યતા અને પુરૂષાર્થ જેમ જેમ ખીલતા જાય તેમ તેમ મોક્ષ નજીક આવતો જાય. #_utus_* *_I_E_FITH #VALS { ૨૮૯ 205 246243 2025 20 |____A_C(IT),_rievance be 24865 803
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy