SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ કાલે તે શત્રુ! આજે જે શત્રુ, કાલે તે ભાઈ! કોઈ સંબંધની સ્થિરતા નહીં. તેવા સંબંધો કરી કરીને જીવે ગાઢ રાગ દ્વેષ કર્યા... પાપ બાંધ્યાં... દુર્ગતિઓમાં પટકાયા... પણ હવે આ માનવભવમાં જ્ઞાનોજ્જવલ પ્રકાશમાં આંતર બંધુઓ સાથે જ સંબંધ ક૨વો જરૂરી છે. હે બંધુઓ, અનાદિ કાળથી તમારી સાથે મેં સંબંધ બાંધ્યા... પરંતુ ન હતો તેમાં નિઃસ્વાર્થ સ્નેહ... ન હતી તેમાં પવિત્ર દૃષ્ટિ. ભૌતિક સ્વાર્થને વશ થઈ મેં તમને ‘ભાઈ, ભાઈ' કહ્યા, પરંતુ જયાં મારો સ્વાર્થ ઘવાયો કે મેં તમને શત્રુ માન્યા... શત્રુ તરીકે જોયા અને શત્રુ તરીકેનું આચરણ કર્યું... તમારાં ઘર પણ લૂંટયાં... સાચે જ આ સંસારમાં સ્વાર્થવશ મનુષ્ય બીજા જીવો સાથે નિઃસ્વાર્થ સંબંધ બાંધી શકતો નથી. તો મેં શાશ્વત્... અનંત... એવા શીલ, સત્ય, શમ, દમ, સંતોષ વગેરે ગુણોને જ મારા બંધુઓ બનાવ્યા છે. આત્માના શીલ... સત્ય વગેરે ગુણો સાથે બંધુભાવ કેળવ્યા વિના બાહ્ય જગતનો વાસ્તવમાં ત્યાગ થઈ શકતો નથી. બાહ્ય જગતનો ત્યાગ કરવો એટલે હિંસા, જૂઠ ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોનો ત્યાગ કરવો. એનો ત્યાગ કરવા અહિંસા, સત્ય, અચૌર્ય શીલ, નિષ્પરિગ્રહતા, ક્ષમા, નમ્રતા, સરળતા,નિર્લોભતા વગેરે ગુણોનો સ્વીકા૨ ક૨વો પડે. તેને સ્થિર કરવા પડે તેનો જ આશ્રય કરીને જીવન જીવવું પડે. દૂધ અને પાણી એકમેક હોવા છતાં અલગ છે. પરમાત્માની પૂજા આત્મસાત થઈ છે અને નિમિત્તો આવતાં છૂટે તે દૂધ અને પાણીનો સંબંધ સમજવો. કેવળીની પાસે સ્ત્રી બેસે તો પણ ચલિત ન થાય, કારણકે તેમની આંખમાં કે મનમાં વિકાર નથી હોતો. આપણે કરલો તપ આત્મસાત થાય પણ નિમિત્તો આવતાં તપ કરવાનું છોડ્યું તે દુધ-પાણીનો સંબંધ સમજવો. જે મળી શકે અને છૂટી શકે તે આપણું ન હોય. ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી આ લેવલ પર પહોંચ્યા પછી પ્રમાદ ન કરવો. સિદ્ધચક્ર પૂજનમાં તત્ત્વની પ્રવૃત્તિની નહીં રૂચિ કેળવવાની વાત કરી છે. ઉપાધ્યાયજી મહારાજે સંયમને તેલ જેવું કહ્યું છે. ચંદન જેવું કેવળજ્ઞાન છે. ધર્મના બે પ્રકાર છે. (૧) ચંદનમાં રહેલી સુવાસ-ક્ષોપશમિકભાવ (૨) તેલમાં રહેલી સુવાસક્ષાયિક ભાવ છે. ક્ષયોપમિક ધર્મો પણ ત્યાં સુધી જ જરૂરી છે કે જયાં સુધી ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ નથી થઈ. ક્ષાયિક ગુણો એ આત્માનું મૂળ સ્વરૂપ છે . AL_ALAT ALI_WI_ME__TITANCE!OT | ૨૫૭ !!!!*____ - 8108T18811 JU_J_A1&____LIC_DIL_T 1024
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy