SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સમાગમથી “ક્ષાયોપથમિક ધર્મો આત્મામાં પ્રગટ થાય છે.. પરમાત્માના અનુગ્રહથી અને સદ્દગુરૂની કૃપાથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થાય છે. ક્ષાયોપથમિક ક્ષમાદિ ગુણોનો જે ત્યાગ થઈ જવો તેનું નામ ધર્મસંન્યાસ. શ્વાસ લેવાઈ જાય છે; ખોરાક લઈએ છીએ; દવા લેવી પડે છે. ધર્મ તો છે, તે કરવો પડે છે; કરીએ કે થઈ જાય છે? ધર્મમાં શ્વાસનો તબક્કો કહ્યો છે. પ્રયત્ન નથી કર્યો છતાં શ્વાસ લેવાઈ જાય છે. શ્વાસની ભૂમિકાવાળો ધર્મ કયો? સાધના શક્યથી કરજો પણ ભાવ સર્વથી કરજો . સાધનાની ભાવના કેટલી? ભાવનામાં બાદબાકી કરતા નહીં ને સાધનામાં બધું જોખમ ઉઠાવવાનું કરતા નહીં. શક્યની સાધના પણ ન કરે એની સર્વ ભાવના દંભરૂપ બને એવી પૂરી શક્યતા છે. સર્વથી ભાવના અને શક્તિથી સાધના. બાકી બીજો ધર્મ નથી. એવું કોઈ પાપ દેખાડો જે દવાના સ્થાને હોય! સંસારમાં ધર્મ દવાના સ્થાને છે અને પાપ શ્વાસના સ્થાને છે. પરલોકમાં એની સાથે શું આવવાનું. સદ્ગતિને બગાડી દેવાની તાકાત પાપની રૂચિમાં છે જયારે દુર્ગતિને પણ સુધારી દેવાની તાકાત ધર્મની રૂચિમાં ગમતું હતું તોય ન થયું તે પ્રવૃત્તિ. ગમતું ન હતું ને ગમ્યું તે રૂચિ સમ્યક્ દર્શન એ ધર્મની શરૂઆત છે. શેઠાણી બજારમાં કંઈ ખરીદી કરવા જાય ત્યાં તરત ભાવતાલ કરે. ભાવતાલ વગર કાંઈ ખરીદો એવું કાંઈ ખરું? આદત પડી ગઈ છે. ભાવતાલ ન કરવો એ પણ શ્રીમંતાઈ છે. કુલી માંગે તેટલા પૈસા આપી દો? કે એમાં પણ... ધર્મબિન્દુ ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મ. કહે છે કે ઉપાડી શકે તેનાથી વધુ વજન કોઈ પાસે ઉપડાવો તો પહેલા વ્રતના અતિચારનું પાપ લાગે છે. મજબૂરી છે એની કે એ મજૂરી કરી રહ્યો છે અને તમે એની સાથે ભાવતાલ કરી દયાભાવ અને બહુમાન ભાવ ગુમાવી દીધો. એક મુનિવર દીક્ષા પહેલા પાલીતાણા ગયા. ઘોડાગાડીમાં બેસવા તેની સાથે ત્રણ વાત કબૂલ કરી પછી બેઠા. (૧) ઉતાવળે જવા માટે ઘોડાને ચાબૂક મારવી નહીં. (૨) મારા સિવાય કોઈને બેસાડવો નહીં. (૩) તને જોઈએ તેટલા રૂપિયા આપીશ. ભાવતાલ નહીં કરું. આપણે તો નિર્જરામાં તૂટ્યા. દુકાનમાં કામ કરનારા માણસનાં ઘરની મુલાકાત લીધી ખરી? ધંધામાં તમે કદાચ વધુમાં શા જાડા ઝાલા, સામાજીક, શિકાકાસાકાકા કાલા કાળા શાંamaia Yaara sairasi #tasia Yiaiી ૨૧૮ પtia Yaari Kirtans it is
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy