SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ આપી શકીએ એમ નથી... અમારા હૃદયમાંથી સ્નેહ મમતાનું ઝરણું પરમ પિતા એવા “શુદ્ધ આત્મજ્ઞાન તરફ વળી ગયું છે. અમારો આનંદ આત્મરતિ - માતાના દર્શનમાં, તેના ઉત્સંગમાં જ સમાયેલો છે. આ માતાપિતા પાસે જવા અમારું હૃદય તલસી રહ્યું છે. હવે એમની સન્મુખ જ મન, વચન અને કાયાના યોગો કામ કરી રહ્યા છે. અમને અનુજ્ઞા આપો. જે ત્યાગ જીવનમાં નથી - સગુણ નથી, તો એવા જીવનથી ખુશ ન થતા. સગુણ અને ત્યાગના બે વિકલ્પ છે, અત્તરના મિશ્રણથી તેલ સુવાસિત બને એ જુદુ અને ચંદનના વૃક્ષમાંથી સુવાસ ઉઠે એ જુદી... અત્તરવાળા તેલની સુવાસ ઉછીની લીધેલી છે. જયારે ચંદનની સુવાસ પોતાની છે. ધર્મ ક્રિયા કરી છે તે તેલની સુવાસ કે ચંદનની સુવાસ? મહારાજા શ્રેણિકનું સમ્યક્દર્શન કેવું?... ચંદનની સુવાસ જેવું. અશુભનો ત્યાગ ના થાય પણ ચંદનની સુગંધ ન જાય એ ખાસ ખ્યાલ રાખવો. “શુદ્ધ આત્મજ્ઞાન' એ પિતા છે અને “આત્મતિ' એ માતા છે. આ માતાપિતાનું જ સાચું શરણ લેવાનું છે. આ માતાપિતા પ્રત્યે રાગ... સ્નેહ... મમત્વ... કર્યા કામનાં છે. માતાપિતા કરવા એટલે શું? માત્ર માન્યતા નહીં ચાલે. દિનરાત એ માતાપિતાની સેવા, ઉપાસના અને ભક્તિમાં લાગ્યા રહેવાનું છે. અર્થાત્, શુદ્ધ આત્મજ્ઞાનને છોડીને અશુદ્ધ આત્મજ્ઞાનની ગોદમાં ભરાઈ બેસવાની બૂરી આદત છોડવાની છે. પૂજાઓ કરી એટલે સ્ટેડી થયા પણ સ્થાયી નથી થયા! તેના પ્રત્યેનું આકર્ષણ સ્ટેડી નથી. રૂચિ માટે કોઈને તૈયાર કરવા હજી સહેલા છે, પણ પ્રવૃત્તિ માટે કોઈને તૈયાર કરવા મુશ્કેલ છે. ત્રણ ચીજો ખ્યાલ રાખો: પ્રવૃત્તિપરિવર્તન-પરિમાર્જન.. રૂચિનું પરીવર્તન બદલાયું - પરીવર્તન નહીં થાય તો પ્રવૃત્તિ સ્ટેડી રહેશે. - દેવગતિમાં બચાવનારું પરીબળ રૂચિ છે અને અહીં બચાવનારૂં પરીબળ સંયમ છે. પ્રવૃત્તિ તો અભવી આગળ હોય. જીવનમાં રૂચિ બદલી કેટલી? ચંદનની સુવાસ સ્ટેડી હોય ત્યારે સમ્યક્ દર્શન સફળ થાય છે. રૂચિ વિનાની પ્રવૃત્તિ કદી ચિરંજીવી બનતી નથી. સામાયિકમાં પ્રવૃત્તિ બદલાય કે રૂચિ? નવાં માતાપિતા તો બનાવ્યાં. તેમ નવા ભાઈઓ પણ બનાવવા પડશે ને! બાહ્ય પૂલ ભૂમિકા પર રહેલા ભાઈઓનો સંબંધ છોડવા માટે આંતર સૂક્ષ્મ ભૂમિકા પર રહેલા ભાઈઓ સાથે સંબંધ જોડવો જ પડશે. બાહ્ય જગતમાં બંધુત્વનો સંબંધ કેવો અસ્થિર છે! આજે જે ભાઈ, કાકા કા કા hila ATRA Y Ratilallah ka Y કા ૨૫૬ મિ. Eી 15 મિાલ અમારા કામમાં કાકા મામા રાજs
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy