SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ બિરાજી ધર્મદેશના આપતા ભાવ અરિહંતો તો એ સમકિતીને પોતાની પવિત્રતાકારક, આત્મગુણવૃદ્ધિકૃત, રાગાદિદોષ નાશક લાગે છે જ, પણ સાથે જ ઋષભ-શાંતિ-પાર્શ્વ-નેમિ-વર્ધમાન આદિ નામ અરિહંતો એમની શાશ્વતી-અશાશ્વતી સ્થાપના સ્વરૂપ પ્રતિમાઓ અરિહંતના ભૂત-ભાવિ પર્યાયસ્વરૂપ દ્રવ્ય અરિહંતના આત્માઓ પણ આ સમકિતીને ભાવ અરિહંત તુલ્ય ફળદાયક જણાય છે. સમકિતીને પ્રભુ પ્રતિમા પ્રકૃષ્ટ શુદ્ધ અધ્યવસાયની સામગ્રીસ્વરૂપ લાગે છે. એને એમાં સાક્ષાત્ ભગવાન જેટલી જ ઉપકારકતા જણાય છે. માટી અને સોનું ભલે પુગલ સ્વરૂપે એક જ જાતિના કહેવાય, બંને ભલે પૃથ્વીકાયના કલેવરરૂપે સમાન હોય, પણ વિવેકીને મન માટી અને સોનાનો ભેદ સ્પષ્ટ હોય છે, જ્ઞાન અને ધ્યાન બંને મોક્ષમાર્ગ સ્વરૂપ છે. જ્ઞાન માટે જો જિનાગમનું આલંબન - આધાર જરૂરી છે, તો ધ્યાન માટે જિનપ્રતિમા પણ એટલી જ જરૂરી છે એવું સમકિતીનું મન કબૂલતું હોય છે. સમકિતી જયણાવંત પણ હોય જ છે. ખૂબી તો એ છે કે ખુદ જિનપ્રતિમા હોય, જૈન સાધુ હોય, જૈન પર્વો હોય, જૈન શાસ્ત્રો હોય, અરે જૈન તીર્થો હોય, પણ જો એ જૈનેતરોના કબજામાં હોય, બીજા એનો પોતાની રીતે યોગ-ઉપયોગ કરતા હોય, જૈનશાસનની રીતિ-નીતિ પ્રમાણે તેનો ઉપયોગ થઈ શકે એમ ન હોય, તો સમકિતી તેને પણ વંદન-નમન-દાન-અનુપ્રદાન આદિ ન કરવાની જયણાવાળો હોય છે. સમકિતનો આલાવો એને જયણા શીખવતો હોય છે. તે આ પ્રમાણે - - નો મેં કમ્પઈ અજપૂભિઈ. અન્ન ઉસ્થિય દેવયાઈવા અન્ન ઉસ્થિય પરિગ્નહિ આણિ વા અરિહંત ચેઈયાણિ વહિત્તએ વા . .. ઇત્યાદિ. યાદ રહે પરમાત્માના ચારે નિક્ષેપાનો યોગ ભવ્યત્વની નિશ્ચિતતાનો બોધક બને છે. સમકિત ગુણરત્નની પ્રાપ્તિ ભવ્ય જીવોને જ થાય છે, જેમ કે - 0 તીર્થંકરદેવના હસ્તે દીક્ષિત વ્યક્તિ ભવ્ય હોય છે. 0 તીર્થંકરદેવના સાંવત્સરિક દાનને ગ્રહણ કરનારો ભવ્ય હોય છે. 3 અરિહંતદેવ અને એમના પ્રતિમાજીની પૂજામાં વપરાતાં જળ-ચંદન ધૂપ-દીપ-ફળ આદિમાં જીવરૂપે રહેલા એકેન્દ્રિય જીવોમાં ભવ્યત્વ હોય છે. 0 તીર્થકરોને પ્રવજ્યા સ્વીકારની વિનંતી કરવાનો જેમનો શાશ્વત આચાર છે, તે લોકાન્તિક દેવોમાં ભવ્યત્વ હોય છે. (જ્ઞાનધારા-૩ ૦૫ જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]
SR No.032451
Book TitleGyandhara 03
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2007
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy