________________
પ્રમાણે - (૧) અરિહંત - વિચરતા દેવ (૨) કર્મના ક્ષયથી મોક્ષને પામેલા તે સિદ્ધ ભગવંતો (૩) ચૈત્ય એટલે શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાઓ (૪) જૈન આગમો તે સૂત્ર. (૫) ક્ષમા-નમ્રતા વગેરે દશ પ્રકારે યતિધર્મ તે ધર્મ. (૬) તે યતિધર્મના પાળનારા તે સાધુ. (૭) પંચાચારના પાલક અને પલાવનહાર અને માર્ગદર્શક નાયક તે આચાર્ય. (૮) શિષ્યોને સૂત્રો જણાવે તે ઉપાધ્યાય. (૯) શ્રાવક-શ્રાવિકા - સાધુ-સાધ્વી સ્વરૂપ જૈન સંઘ તે પ્રવચન. (૧૦) સમકિતગુણ તે દર્શન.
આ સમકિતના ત્રણ લિંગ(= સમકિત હોવાની પાકી નિશાની) બતાવાયા છે : (૧) શ્રત-શાસ્ત્ર સાંભળવાની તીવ્ર ઇચ્છા. યુવાન-ચતુર-સંગીતજ્ઞ સુખીને દિવ્ય સંગીત સાંભળતાં જે આનંદ આવે, એના કરતાં અધિક આનંદ પ્રભુના ઉપદેશેલા ધર્મશાસ્ત્રને સાંભળવામાં હોય. (૨) ભૂખ્યો, અટવી પસાર કરેલો બ્રાહ્મણ હોય અને એને સુંદર ઘેબર ખાવાની જે ઇચ્છા હોય, એના કરતાં અધિક ઈચ્છાધર્મ = ચારિત્રધર્મ = સાધુધર્મ મેળવવાની હોય. (૩) વિદ્યાનો સાધક આળસ વગર જેમ વિદ્યાની સાધના કરે, તેની જેમ સુદેવ - સુગુરુની સેવા કરવાનો હાર્દિક નિયમ હોય.
આ સમકિત ગુણરત્નની ત્રણ શુદ્ધિ પણ આફ્લાદક છે. એ છે (૧) મનશુદ્ધિ (૨) વચનશુદ્ધિ (૩) કાયાશુદ્ધિ.
મનશુદ્ધિઃ નિર્દોષ ચારિત્રવાળા અને જગતના મોટામાં મોટા ઉપકારી વીતરાગતા- સર્વજ્ઞતા ગુણવાળા પરમાત્મા અને એમણે બતાવેલો જગતના તમામે તમામ જીવોની રક્ષા-જયણાવાળો ધર્મ એ જ સાર છે - બાકીનું બધું જ અસાર છે. આવી માનસિક વિચારધારા, એનું નામ મનશુદ્ધિ.
વચનશુદ્ધિ : સારા - ઊંચા પ્રકારનાં કાર્યોમાં વિદનો-મુસીબતો આવે એવું બની શકે છે, “જિનેશ્વર દેવની સેવા-ભક્તિ-વચન-આરાધનાથી પણ આ વિપ્નો જો દૂર ન થઈ શકે તો દુનિયાની એવી બીજી કોઈ તાકાત નથી કે એને દૂર કરી શકે.” આવો જે વચનોચ્ચાર એ સમકિતની બીજી વચનશુદ્ધિ છે.
કાયાશુદ્ધિઃ ઘાયલ થયેલો હોય, કપાઈ ગયો હોય, અને અનેક કષ્ટો સહન કરવાનાં પોતાના માથે આવી પડેલાં હોય, તો પણ વીતરાગતાસર્વજ્ઞતાવાળા દેવ સિવાયના રાગ-દ્વેષી-મોહી દેવને નમસ્કાર ન જ કરવા એ કાયાશુદ્ધિ છે. (આમાં અનેક પ્રકારના આગાર અને જયણા હોય છે.)
આ સમકિતી સ્યાદ્વાદ સિદ્ધાંતને વરેલો હોય છે, અને એટલે જ અષ્ટ મહા પ્રાતિહાર્યાદિ ગુણસમૃદ્ધિને સાક્ષાત્ અનુભવતા સમોવસરણ ઉપર જ્ઞાનધારા -૩ ૦૪ શ્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)