________________
અરિહંતદેવની ભાવથી-ભક્તિથી-શ્રદ્ધાથી સેવા કરનાર જીવમાં ભવ્યત્વ હોય છે.
હવે ટૂંકમાં, સમ્યકત્વને ઓળખી એના મહત્ત્વને જાણીએ : 0 જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા અને મોક્ષ આ નવ પદાર્થો જ સારભૂત કહેવાયેલા છે, તેથી તે તે પ્રકારે ભાવપૂર્વક
શ્રદ્ધા અને પ્રરૂપણા કરનારમાં સમકિત હોય છે. 0 સમકિત વગરના જીવોમાં સમ્યગુજ્ઞાન ન હોય, સમ્યફચારિત્ર ન હોય,
એમનો મોક્ષ કદાપિ ન થાય. (દ્રવ્ય) ચારિત્ર વિના જીવો સિદ્ધ થઈ શકે છે, પણ સમ્યગદર્શન વિનાના તો નહિ જ. સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયેલાને ભ્રષ્ટ કહેવાય છે. સમ્યકત્વ પામીને ભવ્ય જીવો પરમાનંદસ્વરૂપ મોક્ષને અવશ્ય મેળવે છે. નિર્મળ સમ્યકત્વવાળા આત્માઓ વિરતિ વગરના હોય તો પણ તીર્થકર નામ-કર્મ ઉપાર્જન કરી શકે છે. જેમ કે - શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા, સુલસા, રાવણ વગેરે સમકિત જીવ કદાચ કાંઈક પાપ આચરે તો પણ તેને કર્મનો બંધ થોડોક જ થાય છે, કારણ કે આવો આત્મા પાપકાર્ય નિર્દયપણે કરતો નથી. a જેના ઘરના આંગણે સાધર્મિક આવે અને જો તેના ઉપર સ્નેહ - લાગણી
ન થાય તો તે લાગણીહીન પ્રાણીમાં સમકિતનો સંદેહ સમજવો. જે પ્રાણી સમ્યગુદર્શનવાળા સાધર્મિકને ક્રોધથી પ્રહાર કરે છે તે કૃપારહિત પ્રાણી ત્રિભુવનભાનુ - ત્રણ લોકના બંધુ અરિહંત
ભગવંતની આશાતનાનું પાપ ઉપાર્જન કરે છે. 3 આ સમકિત રત્ન નાશ પામે છે : (૧) દેવ દ્રવ્યનો નાશ કરવાથી, (૨)
સાધુ-મુનિની હત્યા કરવાથી, (૩) સાધુ-સાધ્વીના બ્રહ્મચર્યવ્રતનો ભંગ
કરવાથી, (૪) જિનશાસનની અવહેલના થાય તેવાં કાર્યોથી. a માયા-છળ-પ્રપંચ-કપટ એ મૃત્યુના સ્થાન સમાન દુર્ગતિપ્રદ છે અને સરળતા શિવસુખનું કારણે છે. સાચામાં સમકિત છે, માયામાં મિથ્યાત્વ છે. જિન આગમ વિરુદ્ધ બોલનારને, જિનાગમતા મનઘડંત અર્થો કરનારને ઉસૂત્રભાષી કહેવાય. એમનામાં સમ્યગુદર્શન હોય નહિ, આવેલું હોય તો ટકે નહિ = ચાલ્યું જાય. (સંપૂર્ણ) (આ રીતે પંચાંગી આગમ અને સંવિગ્ન-ગીતાર્થ આચાર્યોના વિવેચનમાંથી સમકિતની
વાતો અહીં જણાવી છે. આમાં સ્કૂલના થઈ હોય તેનું મિચ્છામિ દુક્કડું (જ્ઞાનધારા-૩
os જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)