________________
-
તથા સાધુ - સાધ્વી - શ્રાવક - શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ સંઘ સ્થાપે છે. ક્રમશઃ આયુષ્ય સમાપ્ત થતાં બાકીના વેદનીય આદિ અઘાતીકર્મનો ક્ષય કરી મોક્ષે પધારે છે, ત્યારે એ સિદ્ધ બને છે. અરિહંતમાં ૪ ઘાતીકર્મના ક્ષયથી ૪ ગુણ અને સિદ્ધમાં ૪ ઘાતી + ૪ અઘાતી = ૮ કર્મના ક્ષયથી ૮ ગુણ હોય છે;
છતાં અરિહંત પ્રથમ પદે અને સિદ્ધ બીજે પદે એટલા માટે છે કે શ્રી અરિહંતના ઉપદેશથી જ બીજા પણ ભવ્ય જીવો મોક્ષમાર્ગની આરાધના કરી સર્વકર્મ ક્ષય કરીને સિદ્ધ થાય છે. આથી સૌથી મોટા ઉપકારી હોવાથી તેઓ પંચ પરમેષ્ઠિ પદમાં પ્રથમ પદે બિરાજિત થયા છે.
ગુરુતત્ત્વ એટલે જેઓ જિનાજ્ઞાપ્રતિબદ્ર હોય, પાંચ મહાવ્રતધારી હોય, કંચનકામિનીના ત્યાગી હોય, રાત્રિભોજનથી વિરામ પામેલા હોય, જેમણે સાધુ દીક્ષા લીધી હોય, જેઓ ભવ્ય જીવોને તત્ત્વ = સત્યસ્વરૂપ પદાર્થોનો ઉપદેશ આપે, તે ગુરુ તત્ત્વ, તેઓ ખુદ કર્મથી-કષાયથી મુક્તિ પામવા માટે સાધના કરતા હોય છે અને લાયક જીવોને આવા મુક્તિના ઉપાયો બતાવતા હોય છે, તેઓ વીતરાગ, સર્વજ્ઞદેવના માર્ગને અનુસરી મુનિજીવનની આચરણા કરતા હોય છે.
ધર્મ : વિશ્વના પ્રાથમિક પ્રારંભિક યોગ્યતાવાળા જીવોથી માંડીને ક્રમશઃ સર્વોચ્ચ કક્ષા સુધી પહોંચેલા તમામ જીવોનું હિત થાય એવી અને પાલનમાં ઊતારી શકાય તેવી વિવિધ કક્ષાની સાધના બતાવનાર; વિશ્વનું યથાસ્થિત સ્વરૂપ બતાવનાર, સમસ્ત વિશ્વને ગ્રાહ્ય એવા સર્વવ્યાપી નિયમો ફરમાવનાર, વીતરાગતા - સર્વજ્ઞતા - સત્યવાદિતા આદિ વિશેષ ગુણવાન પરમાત્માથી પ્રરૂપિત, સમસ્ત વિશ્વના યુક્તિ સિદ્ધ અને ખરેખર વિદ્યમાન તત્ત્વો પર સત્ય પ્રકાશ પાડનારો, વિશ્વની દુઃખદ સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેવા સ્યાદ્વાદ અનેકાંતવાદ આદિ સિદ્ધાંત અને અહિંસા - અપરિગ્રહાદિ આચાર મર્યાદાઓ બતાવનાર જૈન ધર્મ.
=
=
આ રીતના દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વને સ્વીકારનાર = માનનારમાં સમિકત સમ્યગ્દર્શન હોય. સમકિત એટલે મોક્ષ તરફનો સાચો માર્ગ, સાચો આદર્શ, સાચું લક્ષ્ય, સાચો વિશ્વાસ, સાચી શ્રદ્ધા, સાચી રુચિ, સાચી સમજ, સાચી ઇચ્છા.
જ્ઞાનધારા-૩
७१
--
-
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩