________________
કાળ, સ્વભાવ, ભવિતવ્યતા પૂર્વકર્મનો ઉદય અને પુરુષાર્થ પાંચ કારણો ભેગાં થાય ત્યારે કાર્ય થાય છે આવું માનનારમાં સમકિત હોય. આવું ન માને અને કોઈ એક બે - ત્રણ - ચારથી કામ થાય એવું માને એમાં સકિત ન હોય.
આ સકિત એ પરમાર્થનો બોધ કરાવનાર છે
આ સમકિત એ સમ્યક્ ચારિત્ર ધર્મનું મૂળ છે
એ ધર્મ નગરનું પ્રવેશદ્વાર છે, ધર્મમંદિરનો પાયો છે, ધર્મનો ભંડાર છે, ધર્મનો આધાર છે, ધર્મને રાખવાનું સુંદર પાત્ર છે. આ સકિતની હાજરીમાં જ દાન શીલ - તપ આદિની ક્રિયાનો મોક્ષ- પ્રાપક બની
શકે છે.
જીવને સંસારમાં રખડાવનાર આઠ કર્મો છે.
એમાં પણ સૌથી પ્રબળ મોહનીય કર્મ છે. એના બે વિભાગ પૈકી એક વિભાગ છે દર્શન મોહનીય કર્મ અને બીજો વિભાગ છે ચારિત્ર મોહનીય કર્મ. આ દર્શન મોહનીયના ક્ષયથી ક્ષયોપશમથી, ઉપરામથી આત્મામાં ઉત્પન્ન થતો એક સર્વજ્ઞપ્રણીત તથ્યો પરનું શ્રદ્ધા વિષયક પરિણામ, એનું નામ છે. સમ્યગ્દર્શન.
આ સમકિતનાં છ સ્થાનકો ખાસ જાણવા જેવા, શ્રદ્ધા કરવા જેવાં છે. સમકિત જેમાં સ્થિર થાય તેનું નામ સ્થાનક. તે આ પ્રમાણે - (૧) આત્મા છે, (૨) આત્મા નિત્ય છે, (૩) આત્મા કર્મોનો કર્તા છે, (૪) આત્મા ભોક્તા છે, (૫) આત્માનો મોક્ષ છે, (૬) મોક્ષ મેળવવાના ઉપાયો છે. આને થોડા વિસ્તારથી સમજીએ.
(૧) દેહ - મન દર્શનની વચન - પુદ્ગલથી તદ્દન જુદો જ્ઞાન સ્ફુરણાવાળો, ચેતના લક્ષણવાળો આત્મા હોય છે. દૂધ અને પાણીની જેમ, અગ્નિ અને લોખંડથી જેમ એ ભલે પુદ્ગલની સાથે ભળી ગયેલો દેખાવ, છતાં એ એનાથી જુદો જે છે. (૨) એ આત્મા નિત્ય - કાયમી છે. એ નવો બનાવી શકાતો નથી અને એનો સર્વદા નાશ પણ થઈ શકતો નથી. વર્તમાનના જાતિસ્મરણ જ્ઞાનના (પૂર્વજન્મના સ્મરણના) અનેકાનેક દેશવિદેશના કિસ્સાઓ આત્માની નિત્યતાના ઘોતક છે. તાજા જન્મેલા બાળકની સ્તનપાનની ઇચ્છા-પ્રક્રિયા, આત્માની નિત્યતાની સાબિતીરૂપ છે. અકબરને પૂર્વના સંન્યાસીના ભવનું સ્મરણ થયું હતું, એ વાત બહુ જ પ્રચલિત છે.
જ્ઞાનધારા-૩
-
૭૨
▬▬▬▬▬▬
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩