________________
૧
પૂ. આચાર્ય વિજય ભુવનભાનુસૂરિના
71
-
શિષ્ય, સેવાભાવી વિદ્વાન, ભદ્ર પરિણામી લેખક
D સકિતથી જ જૈનશાસનમાં રીતસર પ્રવેશ કરી શકાય છે સમકિતથી જ જગતનાં તમામ દ્રવ્યો - તત્ત્વોમાં રહસ્ય સમજી શકાય છે. ॥ સમકિતથી જ તીર્થંકર પરમાત્માઓનો ઉપદેશ અમલમાં મૂકવાનું સામર્થ્ય પ્રગટ થાય છે.
D સકિતથી જ તે ઉપદેશનો બરાબર સફળ અમલ થાય છે. ઘે શું છે આ સમિકત સમ્યગ્દર્શન ? જૈન શાસ્ત્ર જવાબ આપે છે અરિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો, જિણ પશ્ચત્ત તરું ઇઅ સમ્મત મએ ગહિએ.
=
સમકિત શું છે ?
પં. ગુણસુંદરવિજયજી ગણિ
॥ અરિહંત મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે, જિનેશ્વર ભગવંતે બતાવેલ ધર્મ એ તત્ત્વ છે. આ પ્રમાણે જાવજીવ માટે મેં સમ્યગ્દર્શનને સ્વીકારેલ છે. આપણે એ દેવ-ગુરુ-ધર્મ તત્ત્વને જોઈએ. જૈન ધર્મ એ કોઈ નિયત વ્યક્તિને પરમેશ્વર - ભગવાન તરીકે માનતો નથી. અનાદિકાળથી ચાર ગતિરૂપ સંસારમાં રખડતો જીવ સમ્યક્ દર્શન ચારિત્રની સંપૂર્ણ આરાધના દ્વારા કષાયથી મુક્ત બને છે, ઘાતિ કર્મથી મુક્ત બને છે, વીતરાગપણું મેળવે છે. સર્વેક્ષપણું - સર્વદર્શીપણું મેળવે છે, જિન - વીતરાગ - સર્વજ્ઞ બને છે અને એ જ આત્મા જ્યારે સંપૂર્ણ કર્મરહિત બને છે, દેહ - મન વચન - પુદ્ગલથી કાયમી ધોરણે મુક્ત બને છે ત્યારે સિદ્ધ પરમાત્મા બને છે.
શાન
આઠ મહાપ્રાતિહાર્યની શોભાવાળા, જ્ઞાજ્ઞદિ ચાર અતિશયવાળા અર્થાત્ ૧૨ ગુણોવાળા વિચરતા જિનને તીર્થંકર અરિહંત પરમાત્મા કહેવાય છે. આવા અનંત અરિહંતો - અનંતા સિદ્ધ ભગવંતો ભૂતકાળમાં થયા છે. વર્તમાનમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં અનંતાનંત થવાના છે.
અરિહંત ધર્મશાસનની (તીર્થની) સ્થાપના કરે છે, તેથી તેઓ તીર્થંકર છે. એમાં એ જગતને યથાર્થ તત્ત્વનું જ્ઞાનઅને મોક્ષમાર્ગ આપે છે.
જ્ઞાનધારા ૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
७०