________________
શ્રીમદ્જી યશોવિજયજી મિત્રને શોધે છે અને તેમને નિરંજન કહે છે. અર્થાત્ તેઓ પ્રભુને શોધે છે. એવા પ્રભુ જે કર્મરૂપ અંજનથી રહિત છે. સંસારમાં પ્રમાદનાં ઘણાં સ્થાનિકો છે. આત્મારૂપ નિરંજન નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. ન તો એ ઊંચે પર્વત પર કે નીચે ધરતીમાં શોધતા પણ મળતા નથી. અહીં શ્રીમદ્જી ધરતીમાં દટાઈને શક્તિ પ્રદર્શન કરતા હઠયોગી પંચાગ્નિ તપથી તપતાં અને સળગતી ચુલ પર ચાલતાં યોગીઓ પ્રભુને પામી શક્તા નથી. વળી તેનાથી કર્મો ભસ્મીભૂત પણ થતાં નથી. જો પ્રભુજી મળે તો જ જન્મોજન્મના ફેરા ટળે એમ જશવિજયને કહે છે.
શ્રીમદ્જી ગૃહસ્થાવાસમાં સંગીતજ્ઞાની સાથે સ્પર્ધા કરતા હતા. તેમના હૃદયમાંથી પ્રભુભક્તિના ઉદ્ગાર શબ્દો દ્વારા વહેતા ત્યારે ભક્ત લોકો એને તરત જ કંઠસ્થ અને ગ્રંથસ્થ કર્યા હોય અને ત્યારબાદ તેમના પરિચાર્થી ભોજકોએ તે પદો, સ્તવનો આદિ કૃતિઓને એકઠી કરી લોકભોગ્ય બનાવી હોય એવું અનુમાન થઈ શકે. તેઓ સમતાભાવી, શાંત, વિનમ્ર, વિરલા હતા, જેને કારણે લોકોમાં અતિપ્રિય બન્યા અને તેમની કૃતિ લોકહૃદય સુધી પહોંચી શકી. તેમની રગેરગમાં અધ્યાત્મનો રંગ હતો. ધ્યાન યોગમાં પારંગત હતા. લોકો જેને ચમત્કાર કહે છે, તેવાં કાર્યો વચનસિદ્ધિના બળે સહજમાં થઈ જતાં. શ્રીમદ્જીના જીવન અને કવન વિશે આચાર્ય બુદ્ધિસાગરજી લખે છે – “નાભિ થકી જે ઊઠતો તે શબ્દનો મહિમા ઘણો, એ દેવશક્તિ દાખવે, લાગે હૃદય રળિયામણો, ગંભીર તારી વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છતાં, જે દિલ તારું જાણતાં તે ભાવ તારો ખેંચતાં.”
જ્ઞાનધારા-૩
૬૯
ર્ક્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)