________________
કવિ અહીં અધ્યાત્મદષ્ટિ ખીલવીને બાહ્યાભ્યતર ચારિત્રની વૃદ્ધિ કરવાનો ઉપદેશ મનુષ્યને આપે છે. સંસારમાં જલકમલવતુ રહી સ્વઆત્મામાં અંતરજામી નીરખી નિરંતર સાધના તપશ્ચર્યા કરતાં બારમા અને તેરમા ગુણસ્થાનકે પહોંચી શકાય છે.
શ્રીમજી સમતારૂપી સ્ત્રી અને તેના પ્યારા આત્મસ્વરૂપ પતિનું રૂપક આપી સ્ત્રી, પતિને નિરંતર ઝંખે છે અને પતિને સ્વઆત્મામાં રમણ કરવા કળે છે. સાપેક્ષ દૃષ્ટિ વડે નીરખે છે.
પદ - ૭ "राम कहो, रहेमान कहो कोउ, कान कहो महादेव री । पारसनाथ कहो कोउ ब्रह्मा, सकल ब्रह्म स्वयमेव री ॥"
શ્રીમદ્જી અનુસાર જગતના લોકો પરમાત્માને જુદાં જુદાં નામોથી બોલાવે છે, તેના ભિન્ન ભિન્ન અર્થ કલ્પે છે અને ઝઘડે છે પરંતુ જે આગમ શાસ્ત્રોને જાણે છે. સાત નય વડે જે પરમાત્માના નામોનો સમ્યફ અર્થ કરે, તેના મનમાં જ સાપેક્ષ બુદ્ધિ પ્રગટે છે અને સ્વ-પરનું કલ્યાણ સાધી શકે છે.
આનંદઘનજીનો નિર્મળ આનંદિત સમતાધારી સ્વભાવના ગુણગાન કવિ ઉપાધ્યાય સુજશવિજયજી (યશોવિજયજી) કરે છે. તેમની તુલના તેઓ ગંગા નદી અને તરંગ સાથે કરે છે. જ્યાં તેમનો સમતાભાવી સ્વભાવ અને સદ્ગદ્ધિ નદી અને લહેરની જેમ ઓતપ્રોત છે.
શ્રીમદ્ યોગીરાજ આનંદઘનજી ઉપાધ્યાયજીને ધર્મરક્ષક ગીતાર્થ નિઃસ્પૃહી તરીકે પિછાનતા હતા. બંનેના મિલન સમયે તેમણે એક યાદગાર પદની રચના કરી, જે અતિ અણમોલ છે.
પદ "निरंजन यार मोहे कैसे मिलेंगे, दूर देखें मैं दरियाडुंगर, उचीवादर नीचे जमीयु तले । धरती में घडुतो न पिछार्नु, अग्नि सहुं तो मेरी देही जले आनंदघन कहे जस सुनों बातां येही मिले तो मारो फेरो टले ॥"
જ્ઞાનધારા - ૩
-
-
iહિત્ય જ્ઞાનત્ર-૩