________________
છોડાવનાર વિવેક મોક્ષમાર્ગની પ્રવૃત્તિ પણ કરાવે છે. વિવેકદૃષ્ટિથી આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ પિછાને છે. અહીં આ પદમાં વિવેક આત્માને કહે છે - “હું આત્મન ! તારી સાચી સ્ત્રી સમતા છે, માટે (કુમતિ) અવિરતિની સંગત છોડી દે.” વિવેકદૃષ્ટિના બોધપ્રદ વચનથી ચેતને ફરી સમતા ધારણ કરી અને અશુભ વિચારોને દૂર કર્યા તથા તે શાશ્વત સુખનો ભોક્તા બન્યો.
શ્રીમદ્જી ગચ્છના ભેદ કે સંપ્રદાયના ભેદથી દૂર રહેતા અને લોકોને પણ બોધ આપતા. ૬૭મા પદમાં તેઓ રામ-રહેમાન, બ્રહ્મા આદિ સર્વ દેવને જૈન ધર્મની હેય-ઉપાદેયની સમજ આવે છે. જિનેશ્વરનાં વચનોમાં શ્રદ્ધા જાગે છે. ચોથા ગુણસ્થાનકથી વિવેક ચૂકેલો આત્મા ફરી પ્રથમ ગુણસ્થાનકે પહોંચે છે.
સંસારીજનોને બોધ આપવા શ્રી આનંદઘનજીએ ચોથા ગુણસ્થાનક સ્થિત સમ્યકત્વદૃષ્ટિને સુમતિસ્ત્રીનું અને વિવેકગુણને વિવેકમિત્રનું રૂપક આપ્યું. સુમતિ વિવેકને આત્મપતિ વિશે પૂછે છે એમ સુંદર અર્થસભર પદની રચનાઓ તેમણે કરી છે.
પદ ૮૬ (રાગ : ધમાલ) "सलूणे साहेब आवेंगे मेरे, आलीरी वीर विवेक कहो साच । मोसुं साच कहो मेरीÓ, सुख पायो के नाहिं ।
દાની હા હું ઉઠ્ઠી, હિંડોરે વતુરતિમદિ છે” પદ ૮૬મા સમ્યકત્વધારી સ્ત્રી અને વિર મિત્ર વિવેકનો સંવાદ દ્વારા જીવ કેવી રીતે ચોથા ગુણસ્થાનકે પહોંચ્યા પછી ફરી મિથ્યાત્વમાં જાય છે અને ત્યાં વિવેકદૃષ્ટિ રાખી કેવી રીતે પાછો આત્મોન્નતિ કરે છે તે દર્શાવ્યું છે. સમ્યકત્વ સ્ત્રી મિત્ર વિવેકને પૂછે છે કે - “તેનો આત્મપતિ ફરી ઘરે આવશે કે નહિ ? શું તે અહીં સુખી હતો ને? જો ન આવશે તો વળી ચતુર્ગતિમાં સંસારભ્રમણમાં ચાલ્યો જશે.” વિરહમાં ઝૂરતી સમતા સખીનું સુંદર વર્ણન આ પદમાં જોવા મળે છે.
પદ ૯૪ (રાગ : સોરઠ). "निराधार केम मूकी, श्याम मने निराधार केम मूकी कोई नहीं हुं कोणशं बोलु, सहु आलंबन चूकी । घटें घटें छो अंतरजामी, मुजमां का नवि देखु
जे देखुं ते नजर न आवे, गुणकर वस्तु विशेखं ॥" જ્ઞાનધારા -૩
૬૦ - જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)