________________
આત્માની ઉચ્ચ મનોદશા, સમતાભાવ અને ચારિત્રના વિકાસના દ્યોતક છે. પ્રથમ ગુણસ્થાનક “
મિથ્યાત્વમાં જીવ અનાદિકાળથી મોહનીય કર્મના સકંજામાં જકડાયેલો છે, જ્યારે આત્મામાં સમ્યકત્વ અર્થાત્ સમ્યગ્દર્શન પ્રગટે છે, ત્યારે આત્મિક ગુણોનો વિકાસ ઉત્તરોત્તર કરે છે અને “અવિરતિ સમ્યફદૃષ્ટિ' નામક ચોથા ગુણસ્થાનકે પહોંચે છે. અહીં આત્મવિકાસના વિવેકચક્ષુ ખૂલે છે.
પદ ૧૬ "निशदिन जोउं तारी वाटडी घेरे आवो रे ढोला,
मुझ सरिखा तुझे लाखो है मेरे तुही अमोला..." આ પદમાં સમતા કહે છે કે - “આત્મા સિવાય, આત્મા સમાન આનંદનું કોઈ ધામ નથી. એમાં અખંડ આનંદ સમાયો છે. અનંત ગુણરૂપી આત્મા અણમોલ છે. સમતારૂપી સ્ત્રીના હૃદયમાં આત્મસ્વરૂપ સ્વામી રહેતા હોવાથી ત્યાં વચ્ચે અંતર નથી.”
ચોથા ગુણસ્થાનકમાં આવ્યા પછી અવિરતિના સંગથી ફરી પહેલાં ગુણસ્થાનકમાં પહોંચી ગયેલા આત્મપતિને ફરી બોલાવવા વિવેકને કહે છે. ધનાશ્રી રાગમાં તળપદી શબ્દો અને રૂપક અલંકારથી સુસજ્જ પદ સાધકનું મન મોહી લે છે અને તે આત્મલક્ષી બને છે.
પદ - ૫૬ (રાગઃ ધનાશ્રી) "बालुडी अबला जोर किश्युं करे, पीउडो पर घर जाय । पूरबदिशि पश्चिम दिशि रातडो रवि अस्तंगत थाय... ॥१॥ बन्धु विवेके पीउडो बुजव्यो, वार्यों पर घर संग । માનંદ્રયન સમતા પર માને, વાથે નવ નવ .. રા” કવિ આ પદમાં અબળા નારી જ્યારે પતિ અન્ય પાસે જાય છે ત્યારે ખૂબ વ્યાકુળ જાય થઈ જાય છે. સમતા સ્ત્રી વિવેક બંધુને આત્મપતિને સમજાવીને સ્વઘરે લઈ આવવા વિનંતી કરે છે. વિવેકમાં સત્ય-અસત્યને અલગ તરાવીને સત્ય ગ્રહણ કરવાની - કરાવવાની અપૂર્વ શક્તિ છે. કોઈપણ વસ્તુ કે બાબત શેય ઉપાદેય કે હેય છે, તે વિવેકબુદ્ધિ દ્વારા જ જાણી શકાય છે. આત્માને ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાયોથી (જ્ઞાનધારા-૩
ક ક ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)