________________
સુખનો અનુભવ થાય તો એની ખુમારી કદી ઊતરતી નથી. ૨૮મા પદનો પ્રારંભ અત્યંત હૃદયસ્પર્શી છે.
પદ ૨૮ ‘મા મૌન જ ક્યાં ક્ષીને... ज्ञान सुधारस पीजे....। भरके द्वार द्वार लोकन के, कूकर आश धारी,
સાતમ અનુભવ રસ કે સિયા, તેરે ન વંદુ ઘુમારી.... " તેઓ આત્મોન્નતિ માટે સુસાધુની સંગતને પણ મહત્ત્વ આપે છે. શુદ્ધ ચારિત્રધારી સાધુઓ પાપીઓને પણ સન્માર્ગે વાળે છે. તેઓ ૬૮મા પદમાં સાધુઓ જનહિતાર્થે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે એમ જણાવે છે.
પદ ૬૮
"साधु संगति बिन कैसे पैये परम महारस धाम रे... देव असुर इन्द्रपद चाहु न, राज न काज समाज री, સંજતિ સાધુ નિરંતર પવુિં સાનંદધન હીરીઝ રી.." અહીં કવિ સાધુ - ભક્તિનો મહિમા ગાય છે સાધુઓના દર્શનથી અનેક પ્રકારના દોષો ટળે છે, માટે જ શાસ્ત્રોમાં લખ્યું છે કે –
साधुनां दर्शनं पुण्यं, तीर्थ भूताहि साधवः । તીર્થ: નંતિ નેન, સઈ: સાધુ સમા}ામ: III સાધુઓ સાક્ષાત્ તીર્થ જ છે. શરીરની બીમારી જેમ મોટા ડૉક્ટર કે વૈદ્ય મટાડે છે, તેમ કષાય અને કર્મમાં જકડાયેલ આત્મા સાધુથી સુધરે છે, કારણ કે તેમણે સ્વ-પરના કલ્યાણ અર્થે સંસારત્યાગ કર્યો છે. તેઓ નિર્મોહી, નિઃસ્વાર્થી અને ધર્મરક્ષણમાં તત્પર હોવાથી લોકોને સત્ય માર્ગ ચીંધે છે. - શ્રીમદ્ યોગીરાજ જીવને સંસારથી અલિપ્ત રાખી કર્મ નિર્જરા અને કષાયમુક્ત થવાનો ઉપદેશ આપ્યા પછી એનું ચારિત્ર દઢ થાય, એવાં પદોની રચના સુમતિ અને વિવેક મિત્રના રૂપક દ્વારા કરી છે. જીવ ઉચ્ચ ચારિત્રના બળે ચતુર્થ ગુણસ્થાનક સુધી પહોંચે છે. ૧ થી ૧૪ ગુણસ્થાનકો (જ્ઞાનધારા-૩
૫ Eસન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)