________________
શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રો દ્વારા પ્રગટ થતો આંતર ચેતના પ્રવાહ
સુધાબહેન જૈનધર્મના અભ્યાસુ આકાશવાણીના | સુધા પી. ઝવેરી માન્ય લેખક છે તેમની રચનાઓ વિવિધ સામયિકોમાં અવારનવાર પ્રગટ થાય છે. પરિસંવાદમાં ભાગ લે છે.
શ્રીમજીને વંદન કરી એમના પત્રસંગ્રહનો ઉઘાડ કરીએ તો પહેલાં જ પત્રથી એમને આત્મસાક્ષાત્કાર થવાની વાત વાંચવા મળશે અને આત્મસાક્ષાત્કારની આ વાત સાવ સહજ વિધાન છે - એક statement છે, આત્મશ્લાઘા નહિ. શ્રીમજી કહે છે : “સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય છે, પરંતુ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો ભાવ ભળે ત્યારે, નહિ તો નહિ જ. જ્ઞાની પુરુષ જો જ્ઞાનનું વિવરણ ન કરે તો લોકોને એનો બોધ કેવી રીતે થાય !” શ્રીમજી આગળ સ્વરૂપ વિશે લખે છે : “નાની વયમાં જ જાતિ-સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ આશ્ચર્યકારી એવી તીવ્ર સ્મરણશક્તિ શતાવધાનની એકાગ્રતા અને સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ પામતી સહજ કાવ્ય-સ્કુરણા આદિ પૂર્વજન્મની સાધના, પૂર્વ-સંસ્કારોનું જ પરિણામ હોઈ શકે. માટે જ શ્રીમદ્ભો આ ભવ પૂર્વભવે અધૂરી રહેલી સાધનાની પૂર્તિ અર્થે જ છે, એવું નિઃસંશયપણે કળાય છે. “આત્મા માટે દેહ, દેહ માટે આત્મા નહિ જ નહિ,' એમ સમજવાથી આત્મસાધના એ દેહ જ નહિ, દેહભાવ પણ ગાળી નાંખે છે.
- અને આત્માને આત્મા થકી ઓળખી ગયેલા શ્રીમજીએ આત્મા વિશે લખે છે : “નિઃસંદેહપણે જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંદેહ છે ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. અવિષમયણે જ્યાં આત્મા ધ્યાન વર્તે છે, એવા શ્રી રાયચંદ પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરીએ છીએ.” અહીં ગુણને નમસ્કાર છે, વ્યક્તિને નહિ. દેહરૂપી રાયચંદજી અહી આત્મરૂપી રાયચંદજીને નમસ્કાર કરે છે. આત્મજ્ઞાનનો આ બોધ એમને કોઈના માર્ગોનુકરણથી નહિ, પૂર્વભવની સાધનાથી થયો છે એવું કહેતાં એ લખે છે : “અમારા વિશે માર્ગોનુચારી કહેવું ઘટતું નથી. અજ્ઞાન યોગપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહિ હોય એમ જણાય છે. સમદષ્ટિપણું તો જરૂર સંભવે છે.” અહીં સ્વપરિચય એ આત્મહુતિ નથી, માત્ર સ્વાનુભૂતિના પ્રકાશમાં પોતાની (જ્ઞાનધારા -3 B ૨૯ Eas જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]