________________
. આ ત્રીજા તબક્કામાં શ્રીમ તેમના આત્માની ઉચ્ચ પ્રાપ્તિ થઈ હતી. વિ.સં. ૧૯૪૮ થી ૧૯૫૧ સુધીનાં ત્રણ વર્ષના ગાળામાં શ્રીમદ્ પ્રવૃત્તિનો પ્રબળ ઉદય વેધો, તે સમયે પોતાની આત્મર્થતા ચૂકી ન જવાય તેની સતત કાળજી તેમને રાખવી પડતી. શ્રીમદ્ આત્મસાધનાર્થે મુંબઈની બહાર નિવૃત્તિક્ષેત્રમાં સામાન્ય નહિ પણ ત્યાગીનું જીવન જીવતા હતા. કુદરતી ઉપદ્રવોને શાંતિથી સહેતા. જંગલમાં જઈ ધ્યાનમાં બેસતા. સાદો ખોરાક લેતા. આ રીતે બાહ્ય રીતે સંયમી બનવાના દેઢ પ્રયાસો આદર્યા. સર્વ સંસારત્યાગની પૂર્વ તૈયારી રૂપે કડક સંયમ પાળવાની શરૂઆત શ્રીમદ્ ઈ.સ. ૧૯૫૨માં કરી હતી. આ તેમનું પરમાર્થમાર્ગ ભરેલું પગલું હતું અને આ તે સમયના તેમના પત્રોમાં ઠેકઠેકાણે દેખાય છે. આ પત્રોમાં જ્ઞાનચર્ચા વિશેષ જોવા મળે છે. વીતરાગમાર્ગમાં તેમને અનન્ય શ્રદ્ધા પ્રગટી હતી, તે નીચેના પત્ર દ્વારા પ્રતીત થાય છે. તેમણે -
“જૈનદર્શનની રીતિએ જોતાં સમ્યગુદર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જેને પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે. તો કોઈપણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને કારે વિશેષ કરીને થઈ શકે...
સર્વ સંગ પરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી એવી માત્ર કલ્પના છે.
શ્રીમદ્ભા આ પત્ર દ્વારા તેઓ નિરાગી બન્યા હતા અને તેમને વીતરાગમાર્ગ પ્રકાશવાની ઇચ્છા હતી. અને તે માટે પોતાની કેટલી યોગ્યતા હતી તેનું પૃથક્કરણ થયેલું જોવા મળે છે.
આ ગાળા પછીના પત્રોમાં તેમના તરફથી મુનિઓને સમજણ અપાઈ હતી. તેમનું જ્ઞાન કેટલું વિકાસ પામ્યું હતું તે શ્રીમદ્દે લલ્લુ મહાજને લખેલા પત્રના લખાણ પરથી થઈ શકાય છે.
એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ જાય તેમાં ઉપયોગ ફરી વળે છે.”
શ્રીમનું વિપુલ પત્ર-સાહિત્ય તપાસતાં જણાય છે. પ્રારંભથી અંત સુધી શ્રીમદ્ સતત આત્મા, આત્માની દશા, આત્માની શુદ્ધિ, ધર્મ, વૈરાગ્ય, મોક્ષમાર્ગ વગેરેને લગતી વિચારણાઓમાં તેમની સતત વહેતી આત્મચેતનાનો પ્રવાહ વહેતો જણાય છે.
(જ્ઞાનધારા-૩
૨૮
કન્ન જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)