________________
સાથે અન્યોને બોધવાનો નિગ્રંથ સમો તિજ્ઞાણે તારયણમ્ બુહાણે બોતિયાણ, મુત્તાણે મોયંગાણે જેવો આ એક સહજ વ્યાયામ છે, એક અનાયાસ ચેલ્ય છે એમ કહી શકાય. ગીતામાં કૃષ્ણ અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપની ઝાંખી કરાવી હતી કંઈક એવા જ શબ્દોમાં શ્રીમદ્ ફરી ફરીને લખે છે - “હું બીજો મહાવીર છું. મારા ગ્રહો દસ વિદ્વાનોએ મળીને પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું - સર્વ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું.” એમ લખીને લિખિતંગમાં પોતાને “આશુપ્રજ્ઞ રાજચંદ તરીકે ઓળખાવ્યા છે પ્રજ્ઞતાની પ્રારંભિક અવસ્થામાં અને દેહની પણ બાલવયમાં એમને જૈન ધર્મનો પુનરુદ્ધાર કરવાની ઝંખના પણ જાગી છે. લખે છે: “વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે અંતમાર્ગનું ઘણું કરીને વિચ્છેદ જેવું થયું છે, તેથી ચિત્તમાં આવ્યા કરે છે કે જો તે માર્ગ પ્રચાર પામે તો તેમ કરવું જૈન ધર્મના જ વિવિધ સંપ્રદાયો અને ગચ્છો વચ્ચેના વિવાદ-વિખવાદની શ્રીમદ્ વ્યથિત બન્યા છે, તો વિવિધ ભારતીય દર્શનો વચ્ચેનો વાદવિવાદ પણ તેમને ગમતો નથી. બધાં જ દર્શનોના ઊંડા અધ્યયન બાદ એ અધિકારપૂર્વક પ્રતિષ્ઠા કરે છે કે - “જૈન કે વેદાંતનો આગ્રહ મોક્ષનું કારણ નથી, પણ જે પ્રકારે આત્મા આત્મભાવ પામે એ જ મોક્ષનું સાધન છે,” જૈનોના આત્યંતરિક વાડાઓની ઉપેક્ષા કરતાં એ કહે છે : “હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું એ ભૂલશો નહિ.” સંપ્રદાયો વચ્ચેના મતભેદ અને રાગદ્વેષ મિટાવી એક સર્વમાન્ય ખરો ધર્મ પ્રવર્તાવવાની એમની ઇચ્છા છતાં પોતાની સંસારી દશાને કારણે પોતાની અશક્તિ જણાતાં એમ કરવું હાલ શક્ય નથી.” એ સ્વીકારી લેતાં પણ તેઓ આસક્ત નથી તેમ છતાં જ્ઞાનની બાલવયે એ અંગે ખેદ રહ્યા કરતો, પરંતુ જ્ઞાનદશા આવતાં ક્રમે તે ઇચ્છા ઉપશમ જેવી થઈ ગઈ કારણ વીતરાગને કશી સ્પૃહા જ નથી હોતી - ન આત્મકલ્યાણની ન વિશ્વકલ્યાણની, માત્ર સહજપણે આ બધું અનાયાસ થઈ જતું હોય તો ભલે, કશું કરવાની તો વૃત્તિ જ પછી રહેતી નથી.
તેમ છતાં સંપૂર્ણ નિવૃત્તિના હામી એવા શ્રીમન્ને સંસારધર્મ સ્વીકારવાની ને દેહધર્મ નિભાવવાની ફરજ પડે છે. “સંસારથી કંટાળ્યો છું એવું લખનાર તરુણને શ્રીમન્ને ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરતાં કેવી લાગણી થઈ હતી - એ ખેદ પામ્યા કે નિર્લેપ રહ્યા એ સ્પષ્ટ થતું નથી પરંતુ સંસારપ્રવેશ પછી પણ એ તરફ કોઈ વિશેષ આકર્ષણ નથી. ( જ્ઞાનધારા -૩
૩૦ { જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)