________________
(૨) જૈનદર્શનનો મુખ્ય હેતુ આત્મકલ્યાણ છે, જે ફક્ત મનુષ્યભવમાં જ સંભવ છે. એટલે વિશ્વનું સ્વરૂપ દર્શાવવા માટે પુરુષનું પ્રતીક શાસ્ત્રકારોને યોગ્ય લાગ્યું હોય.
(૩) શાસ્ત્રકારોએ તેમના કથન આજથી ૨૫૦૦ વર્ષ પહેલાંના શ્રોતાઓને લક્ષમાં રાખીને કરેલા છે. વિજ્ઞાન, ભૂગોળ, ખગોળ વગેરેનાં વર્ણનો અને નિયમો આજના ભણેલા વર્ગને પણ અટપટા લાગતા હોય છે.
જ્યારે ૨૫૦૦ વર્ષ પહેલાં શિક્ષણની પ્રથા મૌખિક હતી અને સામાન્ય માણસ પાસે વિજ્ઞાનની જાણકારી નહિવત્ હતી ત્યારે વિજ્ઞાનના જટિલ નિયમો શ્રોતાઓને સમજાવવા ઘણા જ અઘરા હતા. તેમની પાસે વિજ્ઞાનને યથાસ્વરૂપે રજૂ કરવાથી શ્રોતાઓ મૂંઝાઈ જાય અને તેમનો આત્મકલ્યાણનો મૂળ ઉદ્દેશ્ય માર્યો જાય.
ઉપરોક્ત કારણોથી માની શકાય કે શાસ્ત્રકારો પાસે વિશ્વના સ્વરૂપની યથાર્થ માહિતી હોવા છતાં તેમણે પ્રતીકાત્મક વર્ણન કરવાનું યોગ્ય માન્યું હશે. આ માન્યતાને આધારે અહીં જૈન ધર્મના અને વિજ્ઞાનના વિશ્વના
સ્થૂળ સ્વરૂપની તુલના કરવામાં આવી છે. વિશ્વના સ્થૂળ સ્વરૂપની તુલના :
(૧) વિજ્ઞાન અને જૈન ધર્મ બંને માને છે કે વિશ્વનો કોઈ કર્તા નથી. બંને ભગવાન કે ઈશ્વર જેવા તત્વે વિશ્વની રચના કરી છે, તે વિધાનનો અસ્વીકાર કરે છે.
(૨) બંને માને છે કે વિશ્વ કાળથી અનાદિ અને અનંત છે, જ્યારે સ્થળથી તે વિરાટ હોવા છતાં સીમિત છે.
(૩) વિજ્ઞાન કહે છે કે - પૃથ્વી સૂર્યમંડળનો એક ભાગ છે. સૂર્ય આકાશગંગાનો (Galaxy) એક ભાગ છે. વિશ્વમાં અસંખ્ય આકાશગંગાઓ છે. દરેક આકાશગંગામાં અસંખ્ય સૂર્ય છે અને તેમને પણ પોતાના ગ્રહઉપગ્રહ હોઈ શકે છે. આપણી આકાશગંગામાં કે વિશ્વમાં આપણી પૃથ્વી કે સૂર્યનું કોઈ વિશિષ્ટ સ્થાન નથી. સૂર્ય તેનો પૃથ્વી જેવા ગ્રહો સાથે બીજાં અસંખ્ય સૂર્યમંડળોની જેમ આકાશમાં વિચારી રહ્યો છે. આ દરેક આકાશગંગા અને સૂર્યમંડળો વચ્ચે વિશાળ અંતર છે. પૃથ્વી જેવા જીવન ધરાવતા અનેક ગ્રહોનું પણ અસ્તિત્વ હોઈ શકે છે.
જૈનના ઊર્ધ્વલોકના વર્ણનમાં અનેક દેવલોક કહ્યા છે. દરેક દેવલોકમાં વિશાળ સંખ્યામાં વિમાનો આવેલાં છે. દરેક વિમાન હજારો જ્ઞાનધારા-૩
૧૯૪ ર્ક્સ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)