________________
યોજન લાંબા-પહોળાં છે અને તેમાં દેવરૂપે જીવન છે. એ જ પ્રમાણે નરકમાં પણ જીવન છે. એટલે દેવલોક અને નરકને આકાશગંગા (Galaxy) સાથે સરખાવી શકાય છે.
(૪) વિજ્ઞાન કહે છે કે આકાશગંગાઓ એક બીજાથી દૂર જઈ રહી છે. આ વિશ્વનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. જ્યારે આ વિસ્તરણ ધીમું પડી જશે પછી વિશ્વનું સતત સંકોચન થશે. વિશ્વ એક નાના બિંદુ જેવડું થઈ જશે ત્યારે ફરી એક મહાવિસ્ફોટ થશે. વિશ્વ ફરીથી વિસ્તરતું જશે. આ પ્રમાણે વિશ્વના વિસ્તાર, સંકોચન અને વિસ્ફોટની શૃંખલા અનંત કાળથી ચાલી આવે છે અને અનંત કાળ સુધી ચાલતી રહેશે.
જૈન વિશ્વના સ્વરૂપમાં અનંત કાળ સુધી કોઈ વિસ્તાર કે સંકોચનનું વિધાન નથી. દેવલોક, નરક વગેરેના અંતરમાં પણ ક્યારે કોઈ પરિવર્તન આવતું નથી. જોકે માનવવસ્તીવાળાં અનેક ક્ષેત્રોમાં કાળચક્રના (ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ) પ્રભાવથી જીવનની ગુણવત્તામાં ચડાવ-ઉતારમાં જૈનદર્શન માને છે.
(૫) જૈનદર્શન સ્પષ્ટપણે માને છે કે પૂરા વિશ્વમાં જીવન અસ્તિત્વ ધરાવે છે, જ્યારે વિજ્ઞાન માત્ર તેની સંભાવના જણાવે છે.
વિશ્વના ઘટકોનું સ્થૂળ સ્વરૂપ ઃ
(૧) જૈન ધર્મ વિશ્વના ઘટકો માટે દ્રવ્ય શબ્દનો ઉપયોગ કરે છે. જૈન ધર્મ પ્રમાણે વિશ્વ છ દ્રવ્યોનું બનેલું છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, આકાશ, પુદ્ગલ અને જીવ.
વિજ્ઞાનમાં વિશ્વના મૂળ ઘટકો ચાર છે ઃ કાળ, આકાશ (Space) પદાર્થ અને ઊર્જા.
વિજ્ઞાન પાસે જીવદ્રવ્યનો કોઈ પુરાવો ન હોવાના કારણે તેનો સ્વીકાર કરતું નથી.
વિજ્ઞાન અને જૈન વિજ્ઞાન કાળ અને આકાશની સમાન વ્યાખ્યા કરે છે. પદાર્થ પુદ્ગલમાં આવી જાય છે, જ્યારે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ઊર્જાના ભાગ છે. તે ઉપરાંત પ્રકાશ, ઉષ્ણતા, વિદ્યુત, ધ્વનિ વગેરેને વિજ્ઞાન ઊર્જા ગણે છે; જ્યારે જૈનદર્શન તેને પુદ્ગલ ગણે છે. જૈન વિજ્ઞાનમાં ઊર્જાનું સ્થાન મૂળ દ્રવ્ય તરીકે નથી.
જ્ઞાનધારા - ૩
૧૯૫
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩