________________
મસ્તકને સ્થાને પાંચ અનુત્તર વિમાન છે. ઊર્ધ્વલોકમાં મુખ્યત્વે દેવ વસે છે. એકેન્દ્રિયના જીવો લોકોના ત્રણ ભાગમાં પથરાયેલા છે.
જીવ તેના કર્મ પ્રમાણે લોકમાં પરિભ્રમણ કરે છે. જે મનુષ્ય શુભ કર્મ કરે છે, તે ઉપરના દેવલોકમાં ગતિ કરે છે. જે મનુષ્ય અશુભ કર્મ કરે છે, તે અધોલોકમાં નારકીરૂપે જન્મે છે. જે મનુષ્યના શુભાશુભા કર્મ સમાન જેવા છે તે તીચ્છલોકમાં જ મનુષ્ય કે તિર્યંચરૂપે રહે છે. તે નથી ઉપર જતો કે નથી નીચે જતો.
જે દેવનું પુણ્ય વધુ તે ક્રમવાર ઉપરના દેવલોકમાં વસે છે. અનુત્તર વિમાનમાં સૌથી ઉચ્ચ કોટિના દેવો વસે છે. તે જ પ્રમાણે ઓછા પાપકર્મવાળા જીવો પહેલી નરકમાં અને સહુથી વધુ પાપકર્મવાળા જીવો સહુથી નીચે સાતમી નરકમાં રહે છે. જ્યારે તે કર્મથી મુક્ત થઈ જાય છે ત્યારે તેને આ સંસારરૂપી લોકમાં પરિભ્રમણ કરવું પડતું નથી. સંસારથી મુક્ત થયેલા સિદ્ધ આત્માઓ ઊર્ધ્વલોકની ઉપર, લોકોને છેડે સિદ્ધશિલા ઉપર વસે છે. નોંધપાત્ર વિશેષતા એ છે કે ચારે ગતિના જીવોનું સ્થાન લોકમાં નીચેથી શરૂ કરી સૌથી ઉપરના ભાગ સુધી પાપ-પુણ્યની શ્રેણી પ્રમાણે અત્યંત ચોકસાઈથી નક્કી કરવામાં આવ્યું છે.
જીવ તેના કર્મ પ્રમાણે અધોલોકમાં સૌથી નીચેની સાતમી નરકથી લઈને ઊર્ધ્વલોકમાં ઉપર શૈવેયક સુધી પરિભ્રમણ કરતો રહે છે. પરંતુ રૈવેયકની ઉપરના અનુત્તર વિમાનમાં સામાન્ય જીવ માટે પ્રવેશ નિષેધ છે.
જે જીવ મુક્ત થવાની અણી ઉપર છે, તે જ અનુત્તર વિમાનમાં જન્મ લે છે. ત્યાર પછી મનુષ્યના છેલ્લા જન્મને અંતે એ આત્મા સિદ્ધશિલા પર પહોંચી જાય છે. મુક્ત થવાનું સદ્ભાગ્ય ફક્ત મનુષ્યને જ છે.
લોકના આ સંક્ષિપ્ત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે જેને વિશ્વના કેન્દ્રસ્થાને મનુષ્ય છે. જીવાત્માઓનું તેમના કર્મને આધારે આટલું વ્યવસ્થિત શ્રેણીબદ્ધ વિતરણ આશ્ચર્યજનક છે. માનવકેન્દ્રિત વિશ્વની આ રચના પ્રાકૃતિક છે કે પ્રતીકાત્મક છે, તેમાજ જૈન શાસ્ત્રમાં વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, વિશ્વના સ્વરૂપ સંબંધી જે કંઈ માહિતી આપી છે અને તે જે રીતે રજૂ કરી છે, તે પાછળ શાસ્ત્રકારનો ઉદ્દેશ્ય શું હોઈ શકે છે તેની વિચારણા અહીં પ્રસ્તુત કરી છે.
(૧) જૈનદર્શન દ્રવ્ય કરતાં ભાવને વધુ મહત્ત્વ આપે છે. ભાવની યથાર્થ રજૂઆતમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા પ્રતીકોનો ઉપયોગ શાસ્ત્રકારોને સહેલો લાગ્યો હોય. જ્ઞિાનધારા-૩ોકરક્ષક ૧૯૩ જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)