________________
(૮) જે વિધાનનો પુરાવો મળ્યો નથી હોતો, તેને ‘અનુમાન આધારિત’ (Hypothesis) કહેવામાં વૈજ્ઞાનિક ક્ષોભ અનુભવતા નથી, જ્યારે ધર્મના ક્ષેત્રમાં અનુમાનને કોઈ સ્થાન નથી, બધું જ ચોક્ક્સ માનવામાં આવે છે.
(૯) જૈન આગમશાસ્ત્રમાં શ્રી જીવાજીવાભિગમ સૂત્ર, શ્રી જંબૂટ્ટીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અને શ્રી સૂર્ય અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જીવ-અજીવ અને લોકનાં સ્વરૂપ વિસ્તારથી આપ્યાં છે. તે ઉપરાંત શ્રી ભગવતી સૂત્ર અને શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ તેનાં વર્ણનો જોવા મળે છે. તેમાં વિશ્વનું જે સ્વરૂપ ઘટકો અને નિયમો આપેલા છે, તે આ જ સુધી યથાવત્ ચાલી રહ્યા છે, તેમાં કોઈ સંશોધન થયું નથી.
જૈનદર્શનના આધ્યાત્મિક-ભૌતિક દૃષ્ટિકોણ અને વિજ્ઞાનના માત્ર ભૌતિક દૃષ્ટિકોણના સંદર્ભમાં વિશ્વના સ્વરૂપની સમીક્ષા નીચેના મુદ્દાઓને આધારે કરવામાં આવી છે ઃ
(૧) ખગોળ અને વિશ્વ - સ્થૂળ સ્વરૂપ. (૨) વિશ્વના ઘટકોનું સ્થૂળ સ્વરૂપ (૩) વિશ્વના ઘટકોનું સૂક્ષ્મ સ્વરૂપ (૪) વિશ્વનું સંચાલન કરતા નિયમો
ખગોળ (Astronomy) અને વિશ્વ (Cosmology) : જૈન વિશ્વનું સ્થૂળ સ્વરૂપ :
પુરુષાકાર વિશ્વ : જૈન ધર્મ અનુસાર વિશ્વ એટલે કે લોકનું સ્વરૂપ પુરુષાકાર છે. એક પુરુષ બંને પગ પહોળા રાખીને અને બંને હાથ કમર ઉપર ટેકવીને ઊભો હોય તેવું લોકનું સ્વરૂપ છે. કમર એ મધ્યમાં તીર્ઝા લોક છે અને સહુથી નાનો ભાગ છે. તેની નીચે, જેમ બંને પગ નીચેની તરફ પહોળા થતા જાય છે તેમ અધોલોક નીચેની તરફ વધતો જાય છે. કમરની ઉપર બંને હાથ ટેકવેલા છે, ત્યાંથી શરૂ કરી મસ્તક સુધી ઊર્ધ્વલોક છે. કોણી સુધી તેનો વિસ્તાર વધતો રહે છે. કોણીથી ગરદન એટલે ગ્રીવા સુધી તેનો વિસ્તાર ઘટતો જાય છે. સૌથી ઉપરનો ભાગ મસ્તકાકારે છે.
તિર્ધ્વલોક ક્રમવાર આવતા અસંખ્ય દ્વીપ અને સમુદ્રનો બનેલો છે. મનુષ્ય માત્ર અંદરના અઢીદ્વીપમાં જ વસે છે, જ્યારે તિર્યંચ દરેક દ્વીપ અને સમુદ્રમાં વસે છે. અધોલોકમાં સાત નરક છે, જેમાં મુખ્યત્વે નારકીના જીવો વસે છે. ઊર્ધ્વલોકમાં બાર દેવલોક, ગ્રીવાને સ્થાને નવ ચૈવેયક અને જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા-૩
-------- ▬▬▬▬▬
૧૯૨