________________
(૩) આત્મા અને તેનો વિકાસ જૈનદર્શનનું મુખ્ય લક્ષ્ય છે, અજીવ અને લોક ગૌણ છે, તેથી જૈનદર્શનમાં જીવને કેન્દ્રસ્થાને રાખી લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં આપેલ લોકનું સ્વરૂપ, તેના સંચાલન નિયમો અને અજીવદ્રવ્યોનો ઉદ્દેશ્ય જીવ-અજીવના અન્યોન્યના પ્રભાવ અને આંતરક્રિયાને યથાર્થરૂપે જાણવા માટે છે.
વિજ્ઞાન સંપૂર્ણપણે ભૂતલક્ષી છે. વિજ્ઞાને દર્શાવેલા વિશ્વના સ્વરૂપ અને રચનામાં જીવનનું કોઈ સ્થાન નથી. તેનો ઉદ્દેશ્ય ભૌતિક વિશ્વની રચના, સંચાલન અને રહસ્યનો અભ્યાસ અને તેનો ઉકેલ લાવવાનો છે.
(૪) જૈનદર્શન અધ્યાત્મવાદી છે, એટલે આત્માને કેન્દ્રમાં રાખીને બધાં દ્રવ્યોનો અભ્યાસ કરે છે. એટલે તેની દૃષ્ટિએ દરેક દ્રવ્યોની આંતરક્રિયાઓ વિજ્ઞાનની માત્ર ભૌતિક આંતરક્રિયા કરતા જુદી છે.
(૫) વિજ્ઞાનમાં નવી જાણકારી અને શોધ-ખોળને આધારે પરિવર્તન કરવામાં આવે છે. આજથી બે હજાર વર્ષ પહેલાંની અને આજની વૈજ્ઞાનિક માન્યતાઓમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. ભૌતિક વિષય હોય તો પણ ધાર્મિક માન્યતાઓમાં તે વિશે ફેરફાર કે પુનઃ વિચારણાનો કોઈ અવકાશ નથી, એટલે સદીઓ પહેલાં જૈન ગ્રંથમાં જે વિધાનો આપવામાં આવ્યાં છે તે આ જ પણ એ જ સ્વરૂપે માનવામાં આવે છે.
(૬) વૈજ્ઞાનિકો તેમના ભૌતિક સિદ્ધાંતો ફૂટ અને અસંદિગ્ધ રહે તે માટે ચોક્કસ પારિભાષિક શબ્દો, તર્કબદ્ધ વ્યાખ્યા, ગણિત, પુરાવા, પ્રયોગ, સૂક્ષ્મ પરીક્ષણ અને નિરીક્ષણનો ઉપયોગ કરે છે. તે માટે જરૂર પડે તો પદ્ધતિમાં પણ ફેરફાર કરે છે. તર્કબદ્ધતા ખંડિત ન થાય તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે.
આત્મજ્ઞાન મૂળ લક્ષ્ય હોવાને કારણે જૈનદર્શન આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્થાપવામાં એટલી જ કાળજી અને તર્કબદ્ધતા રાખે છે, જે વૈજ્ઞાનિકો ભૌતિક સિદ્ધાંતો માટે રાખે છે. જૈન શાસ્ત્રોમાં ભૌતિક પદાર્થો અને નિયમોનાં વર્ણનો છે, પણ શાસ્ત્રકારોએ તેના પુરાવા આપવાની કોઈ આવશ્યકતા માની નથી.
(૭) જેન ધર્મની માન્યતાઓ આગમશાસ્ત્ર આધારિત છે. તે ટીકા, વિવેચન કે તર્કથી ઉપર છે. તે જેમ છે તેમ જ તેનો સ્વીકાર કરવાનો રહે છે. જ્યારે વૈજ્ઞાનિક માન્યતાઓ અને સિદ્ધાંતોને તર્કની કસોટી ઉપર ચડાવી શકાય છે અને પ્રયોગશાળામાં ચકાસી શકાય છે. (જ્ઞાનધારા -૩
૧૯૧Fર્સ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)