________________
રજકા .
આજ કાલ
જ ન ર
જ
કહે કે
,
[૩૩
જેનદર્શન અને વિજ્ઞાનના સંદર્ભમાં | | વિશ્વના સ્વરૂપની તુલનાત્મક સમીક્ષા
જૈન એકેડમી કોલકાતા સાથે સંકળાયેલા હર્ષદ દોશી |
હર્ષદભાઈ જૈનદર્શનના અભ્યાસુ લેખક તથા વક્તા છે.
વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરામાં સાધારણ માણસને સિદ્ધાંત અને શાસ્ત્રોની ગૂઢ વાત સહેલાઈથી સમજાઈ જાય તે માટે પ્રાચીન સમયમાં દષ્ટાંત, ઉદાહરણ અને પ્રતીકોનો ઉપયોગ છૂટથી કરવામાં આવ્યો છે.
જ્યારે મોટા ભાગનો જનસમુદાય હજુ સંસ્કૃતિ, જ્ઞાન-વિજ્ઞાન અને સામાજિક ઉત્ક્રાંતિના પ્રાથમિક તબક્કામાં હતો ત્યારે એ સમયના ધર્મપ્રવર્તકો, ધર્માચાર્યો અને દાર્શનિકોએ બુદ્ધિ, પ્રજ્ઞા અને આંતરદષ્ટિના સર્વોચ્ચ શિખર સર કર્યા હતા. અનેક મર્યાદા હોવા છતાં તેમણે માનવજાતિના સર્વોચ્ચ બૌદ્ધિક અને આધ્યાત્મિક કીર્તિમાન સ્થાપ્યા છે. તેમણે રહસ્યમય આધારતત્ત્વોને સ્કૂટ કરવા માટે વિસ્તારપૂર્વકના કથાનકો, ઉદાહરણો અને ચિત્રાત્મક પ્રતીકોની સહાય લીધી હતી. કાળક્રમે આ કથાનકો અને ચિત્રાત્મક પ્રતીકોની સ્કૂટતા વિસ્મૃત થઈ ગઈ અને જેનો ઉદ્દેશ્ય અર્થઘટન માટે હતો, તે સ્વયં રહસ્યમય થઈ ગયા કે કાલ્પનિક વાર્તારૂપે રહી ગયા.
(૧) જૈનદર્શન અને વિજ્ઞાન બંને વિશ્વના કોઈ કર્તામાં માનતા નથી, તેમ જ વિશ્વને અનાદિ-અનંત અને સ્વયંસંચાલિત માને છે. જૈનદર્શન વિશ્વ માટે લોક, સંસાર વગેરે શબ્દનો પણ ઉપયોગ કરે છે.
(૨) જૈનદર્શન માને છે કે - “આ વિશ્વ જીવ અને અજીવ એવા બે દ્રવ્યનું બનેલું છે.' તે એમ પણ માને છે કે - “પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિમાં જીવ છે. જીવે જે શરીર ધારણ કર્યું છે તે અજીવ પદાર્થોનું બનેલું છે અને લોકના ભૌતિક નિયમોને અનુસરે છે. શુદ્ધ આત્માને ભૌતિક નિયમો લાગુ પડતા નથી.” - વિજ્ઞાન માને છે કે - “વિશ્વ માત્ર અજીવતત્ત્વ એટલે કે ભૌતિક પદાર્થોનું બનેલું છે. તે જીવતત્ત્વનો અસ્વીકાર કરે છે. દરેક શારીરિક ક્રિયાઓ પણ ભૌતિક - રાસાયણિક છે અને ભૌતિક સિદ્ધાંતોને અનુસરે છે. જ્ઞાનધારા-૩ + ૧૯૦ જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
જ્ઞાનધારા - ૩
સાહિત્ય જ્ઞાનત્ર-૩
TTT