________________
જેમ ફેર આવે છે, તેમ અયોધ્યાને અનુલક્ષતો સમય સ્ટાન્ડર્ડ સમય છે. એક ગણતરી મુજબ “આપણે જે પૃથ્વી પર રહીએ છીએ, ત્યાંથી અયોધ્યા ૧ લાખ ૮૫ હજાર ગાઉ દૂર છે.' પોણાત્રણ માઈલનો એક ગાઉ ગણાય છે !
હિંદુસ્તાન ટાઈમ્સની ઓક્ટોબરના અંકમાં એક રશિયન વૈજ્ઞાનિક લખ્યું છે કે - - “આપણે જે પૃથ્વી પર રહીએ છીએ, તે જાણીએ છીએ તેના કરતાં એક કરોડ ગણી વસ્તી વધુ છે. ”
ઈ.સ. ૧૯૬૫ના યુનાઈટેડ ઇન્ફર્મેશનમાં પણ કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે - “આપણા બ્રહ્માંડ જેવું બીજું બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે, જેમાં અબજો લોકો વસે છે.”
એક રશિયન ખગોળશાસ્ત્રીનું મંતવ્ય છે કે - “અત્યારના પરિચિત ગ્રહો કરતાં બીજા સાત હજાર ગ્રહો પર બુદ્ધિશાળી માનવો વસે છે.”
ટૂંકમાં, વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ, જેવી કે ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પરમાણુવિજ્ઞાન, ભૂગોળ, ખગોળશાસ્ત્રના ભારતીય વિજ્ઞાનીઓએ, ભારતીય પ્રાચીન દાર્શનિક તેમ જ અન્ય ગ્રંથોને ઊંડો અભ્યાસ કરી, તેના આધારે યોગ્ય સંશોધનો કરવાની અનિવાર્ય જરૂરિયાત છે અને એ પ્રમાણે થશે તો ભારતે વિજ્ઞાનના ક્ષેત્રમાં અમૂલ્ય ભેટ આપી ગણાશે.
(જ્ઞાનધાસ -૩)
જ્ઞાનધારા - ૩
૮૯ ER
જન સાહિત્ય જ્ઞાનસત્ર-2
ન સાહિત્ય જ્ઞાનસત્ર-૩