________________
તત્ત્વજ્ઞાનનો આ અર્ણવ ગ્રંથ છે. It is the ocean of the science of Reality. It is the source book of the science of Truth, as it thoroughly deals with Jaima metaphysics and omtology.
શ્રી ભગવતી સૂત્રની જેમ આ આગમ પણ તત્ત્વજ્ઞાનનો આકર-ગ્રંથ છે, કારણ એમાં જૈન તત્ત્વજ્ઞાનનું ગંભીર અધ્યયન છે, વર્ણન છે, પ્રજ્ઞાપન છે. એનો સંચય દૃષ્ટિવાદ(બારમું અંગ)માંથી કરવામાં આવ્યો છે. તેથી એ દૃષ્ટિવાદનું નિઃસ્પન્દ અથવા સાર કહેવાય છે. દૃષ્ટિવાદમાંથી સંગૃહીત કરવાને કારણે એનો વિષય પણ દૃષ્ટિવાદ - જે હાનિ અનુપલબ્ધ ના વિષયોમાંથી છે એમ અનુમાન કરી શકાય છે. એના છત્રીસ પદોમાં બે પ્રકારની પ્રજ્ઞાપના છે જીવપણવણા અને અજીવપણ્વણા'॰. (૧) આ એનું પ્રથમ પદ છે. બીજાં પદો છે (૨) સ્થાન (૩) બહુવક્તવ્ય (૪) સ્થિતિ (૫) વિશેષ (૬) વ્યુત્ક્રાંતિ (૭) ઉચ્છ્વાસ (૮) સંજ્ઞા (૯) યોનિ (૧૦) ચરમ (૧૧) ભાષા (૧૨) શરીર (૧૩) પરિણામ (૧૪) કષાય (૧૫) ઇન્દ્રિય (૧૬) પ્રયોગ (૧૭) લેશ્યા (૧૮) કાયસ્થિતિ (૧૯) સમ્યક્ત્વ (૨૦) અંતક્રિયા (૨૧) અવગાહનાસંસ્થાન (૨૨) ક્રિયા (૨૩) કર્મ (૨૪) કર્મબંધક (૨૫) કર્મવેદક (૨૬) કર્મવેદબંધક (૨૭) કર્મવેદવેદક (૨૮) આહાર (૨૯) ઉપયોગ (૩૦) પશ્યત્તા (૩૧) સંશી (૩૨) સંયમ (૩૩) અવધિ (૩૪) પ્રવિચારણા (૩૫) વેદના અને (૩૬) સમુદ્દાત'' રચનાકાર અને રચનાકાળ
છે
·
પ્રસ્તુત સૂત્રની રચના સુધર્માસ્વામીના ૨૩મા પટ્ટધર આર્ય શ્યામશ્યામાચાર્યે (અપર નામ કાલકાચાર્ય - પ્રથમ) કરી છે.૧૨ તેઓ વાચકવંશની પરંપરાના શક્તિશાળી વાચક અને પૂર્વધર આચાર્ય હતા.
પ્રસ્તુત આગમનો રચનાકાળ વીર-નિર્વાણ પછી ૩૩૫ થી ૩૭૫ની વચ્ચેનો સંભવિત છે. બાર ઉપાંગોમાં એનું વિશિષ્ટ સ્થાન છે, એટલે એમ પ્રતીત થાય છે કે જ્યારે પૂર્વોની વિસ્મૃતિ થવા લાગી હતી અને એના બાકી રહેલા અંશોની સ્મૃતિ શેષ હતી, એ સમય પ્રજ્ઞાપનાનો રચનાકાળ સંભવિત છે. આ જ સમયમાં ‘ખંડાગમ'ની રચના પણ થઈ હતી.૧૩
જ્ઞાનધારા-૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
▬▬▬
-
૧૮૩
-.