________________
દ્રવ્યાનુયોગ :
દ્રવ્યનો અર્થ છે ધ્રુવ સ્વભાવી તત્ત્વ જે વિભિન્ન પર્યાયોને પ્રાપ્ત કરે છે, પણ પોતાનો મૂળ ગુણ નથી છોડતું. આ સંસારમાં મૂળ બે જ તત્ત્વો છે - જીવ અને અજીવ અથવા ચેતન અને જડ. આ બે તત્ત્વોની જુદી જુદી દૃષ્ટિઓ અને જુદી જુદી શૈલીથી વ્યાખ્યા અને વર્ગીકરણ કરવામાં આવે, એને દ્રવ્યાનુયોગ કહેવાય છે. જૈનાગમોમાં ચાર અનુયોગોમાંથી દ્રવ્યાનુયોગનો વિષય સૌથી વિશાળ અને ગંભીર ગણાય છે. દ્રવ્યાનુયોગનો સમ્યક્ત્તાતા આત્મજ્ઞ અને અવિકલ સમગ્ર રૂપમાં પરિજ્ઞાતા ‘સર્વજ્ઞ' કહેવાય છે.૧૪
દ્રવ્યની પરિભાષાઓ
‘ગુણ-પર્યાયવર્ દ્રવ્યમ્'' ‘ગુણ પર્યાયાશ્રયો દ્રવ્યમ્'
દ્રવ્યનું લક્ષણ સત્ છે અને સત્ની પિરભાષા છે ‘ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મકમ સત્'.૧૭ આ ત્રિપદી એ મહાવીરની મૌલિક દેન છે અને એને આધારે પન્નવણામાં દ્રવ્યાનુયોગની વિશદ્ ચર્ચા છે.
જ્ઞાનધારા-૩
૧૯૪
F Éo
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩