________________
પ્રજ્ઞાપના સૂત્ર'ને આધારે જિનાગમમાં દ્રવ્યાનુયોગનું મહત્ત્વ
પ્રેક્ષાધ્યાની પ્રખરવક્તા રશ્મિભાઈએ 1 ડો. રશ્મિભાઈ ઝવેરી તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરેલ છે. “મંગલયાત્રા', જીવદયા'ના સંપાદક છે.
અનુયોગઃ નિર્વચન અને પરિભાષા
સૂત્રની એના અર્થની સાથે યોજના કરવામાં આવે, એને અનુયોગ કહેવામાં આવે છે. સૂત્ર સંક્ષિપ્ત હોય છે એટલે એ “અનુ' કહેવાય છે. એ “અનુનું એના અભિધેય - પ્રતિપાદ્ય સાથે સંયોજન કરવું એનું નામ છે અનુયોગ. ટૂંકમાં, અનુયોગનો અર્થ છે - અધ્યયનના અર્થની પ્રતિપાદન પદ્ધતિ.
અનુયોગના પાંચ પર્યાય છેઅનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા અને વાર્તિક અનુયોગના સાત નિક્ષેપ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વચન અને ભાવ. અનુયોગમાં પ્રવેશ કરવાના ચાર દ્વાર છે. - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય.’ પન્નવણા - નામ-બોધઃ
આ સૂત્રના પ્રથમ પદનું નામ છે - “પpણવર્ણા'. આથી એનું નામ પન્નવણા સૂત્ર છે. સ્વયં સૂત્રકારે પ્રથમ પદની બીજી ગાથામાં કહ્યું છે કે - “ભવી જીવોને નિર્વાણનો ઉપદેશ આપનારા જિનેશ્વર ભગવાને શ્રુતરત્ન નિધિરૂપ સર્વભાવોની પ્રજ્ઞાપનાનો ઉપદેશ આપ્યો છે.” આમ પણવણાનો પ્રચલિત અર્થ છે જીવ અને અજીવના સંબંધમાં ભગવાનની પ્રરૂપણા એ જ પ્રજ્ઞાપના. એનો શાબ્દિક અર્થ છે - વિશિષ્ટ પ્રકારે નિરૂપણ કરવું - જ્ઞાન કરાવવું. જીવ-અજીવ આદિ તત્ત્વોનું સૂક્ષમ વિશ્લેષણ એ જ એની પ્રજ્ઞાપના. શ્રી જયંત મુનિજીએ એનો નવીન અર્થ આપ્યો છે - “પ્રજ્ઞવÍ.” વિષયવસ્તુ :
પન્નવણા સૂત્રમાં ૩૬ પદો - પ્રકરણો છે, જેમાં જીવ અને અજીવની ભિન્ન ભિન્ન પર્યાયોનું પ્રશ્નોત્તરના રૂપમાં પ્રજ્ઞાપન કરવામાં આવ્યું છે. જૈન (જ્ઞાનધારા -૩
૧૮૨ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)