________________
સાધન રૂપ ત્રણ પૃથક પૃથક દ્રવ્ય અર્થાત્ આકાશ, ધર્મ અને અધર્મની કલ્પના કરવામાં આવી છે. આધુનિક ભૌતિક વૈજ્ઞાનિકોનો એક એવો પણ મત છે કે - “આકાશમાં જ્યાં સુધી ભૌતિક તત્ત્વોની સત્તા પ્રાપ્ત થાય છે, એનાથી પર એના ગમનમાં તે આકાશ રુકાવટ ઉત્પન્ન કરે છે.” જૈન સિદ્ધાંતાનુસાર - “આ પરિસ્થિતિ એ કારણથી ઉત્પન્ન થાય છે કે આ અલોકાકાશમાં ગમનના સાધનભૂત ધર્મદ્રવ્યનો અભાવ છે.” કાળદ્રવ્ય : - પાંચમું અજીવદ્રવ્ય કાળ છે. કાળને અદ્ધા કહેવામાં આવે છે. અદ્ધારૂપ સમય અદ્ધાસમય છે, અથવા કાળ સમય અર્થાત્ નિવિભાગ ભાગ અદ્ધાસમય કહેવાય છે. પરમાર્થ દૃષ્ટિથી વર્તમાનકાળનો એક જ સમય “સ” હોય છે. અતીત અને અનાગતકાળનો સમય નહિ, કારણ કે અતીતકાળનો સમય વીતી ચૂક્યો છે અને અનાગતનો સમય ઉત્પન્ન નથી થયો. આથી કાળમાં દેશ-પ્રદેશોના સંઘાતની કલ્પના થઈ શકતી નથી. અસંખ્યાત સમયોના સમૂહરૂ૫ આવલિકા આદિની કલ્પના માત્ર વ્યવહારના માટે કરવામાં આવી છે.
કાળ સ્વરૂપનું બે પ્રકારે નિરૂપણ કરવામાં આવે છે - (૧) નિશ્ચયકાળ અને (૨) વ્યવહારકાળ નિશ્ચયકાળ પોતાની દ્રવ્યાત્મક સત્તા રાખે છે, અને તે ધર્મ અને અધર્મ દ્રવ્યોની સમાન સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે. જ્યારે પદાર્થોમાં કાળકૃત સૂક્ષ્મતમ વિપરિવર્તન થવામાં અથવા પુદ્ગલના એક પરમાણુને આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જવા માટે જે સમય કે અવકાશ લાગે છે, તે વ્યવહારકાળ છે. આવા અસંખ્યાત સમયની એક આવલિ. સંખ્યાત આવલિયોનો એક ઉચ્છવાસ. સાત ઉચ્છવાસોનો એક સ્તોક, સાત સ્તોકોનો એક લવ, ૩૮-૧/૨ લવોની એક નાળી, ૨ નાળીઓનું એક મુહૂર્ત અને ૩૦ મુહૂર્તનું એક અહોરાત્ર થાય છે. અહોરાત્રથી અધિકની કાળગણના પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, પૂર્વાગ, પૂર્વ, નયુતાંગ, નયુત આ બધા સંખ્યાતકાળના ભેદ છે. ત્યારબાદ અસંખ્યાતકાળનો પ્રારંભ થાય છે. તેના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ થાય છે. ત્યારબાદ અનંતકાળ આવે છે. તેના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે.
(જ્ઞાનધારા -૩
જ્ઞાનધારા - ૩
૧૮૧ન્ન
૧૮૧
જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
સાહિત્ય જ્ઞાનસત્ર-૩