________________
નિમિત્ત કારણ છે, જીવો-પુદ્ગલોના ગતિરૂપ સ્વભાવનું જે ધારણ-પોષણ કરે છે, તે ધર્મ કહેવાય છે. અસ્તિનો અર્થ પ્રદેશ છે અને કાય અર્થાત્ સંઘાત, અસ્તિકાય છે. ધર્મરૂપ અસ્તિકાય ધર્માસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાયનો દેશ
ધર્માસ્તિકાયના બુદ્ધિ દ્વારા કલ્પિત બે, ત્રણ આદિ પ્રદેશાત્મક વિભાગ છે.
ધર્માસ્તિકાયનો પ્રદેશ :
ધર્માસ્તિકાયના બુદ્ધિકલ્પિત પ્રકૃષ્ટ દેશ, પ્રદેશ - જેનો ફરીથી વિભાગ ન થઈ શકે તેવો નિર્વિભાગ વિભાગ.
અધર્માસ્તિકાય :
ધર્માસ્તિકાયનો પ્રતિપક્ષભૂત અધર્માસ્તિકાય છે. અર્થાત્ સ્થિતિ પરિણામમાં પરિણત જીવો અને પુદ્ગલોની સ્થિતિમાં જે સહાયક હોય એવો અમૂર્ત, અસંખ્યાતપ્રદેશ સંઘાતાત્મક દ્રવ્ય અધર્માસ્તિકાય છે.
અધર્માસ્તિકાયના દેશ, પ્રદેશ :
અધર્માસ્તિકાયના બુદ્ધિ કલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ ખંડ અધર્માસ્તિકાય દેશ અને એનો અતિ સૂક્ષ્મ વિભાગ, જેનો ફરી બીજો વિભાગ ન થઈ શકે તે અધર્માસ્તિકાય પ્રદેશ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશ અસંખ્યાત છે.
આકાશાસ્તિકાય :
જેમાં અવસ્થિત પદાર્થ પોતાના સ્વભાવનો પરિત્યાગ કર્યા વિના પ્રકાશિત સ્વરૂપથી પ્રતિભાસિત થાય છે તે આકાશ છે, અથવા જે બધા પદાર્થોમાં અભિવ્યાપ્ત થઈને પ્રકાશિત થતો રહે છે તે આકાશ છે.
જીવાદિ દ્રવ્યોને અવકાશ આપવો તે તેનો ગુણ છે. આકાશ અનંત છે, પરંતુ જેટલા આકાશમાં જીવાદિ અન્ય દ્રવ્યોની સત્તા પ્રાપ્ત થાય છે તે લોકાકાશ કહેવાય છે. અને તે સીમિત છે. લોકાકાશથી પર જે અનંત શુદ્ધ આકાશ છે, તેને આલોકાકાશ કહેવામાં આવે છે. આમાં અન્ય કોઈ દ્રવ્યનું અસ્તિત્વ હોતું નથી. આકાશદ્રવ્યનું અસ્તિત્વ બધાં દર્શનોએ સ્વીકાર્યું છે. દ્રવ્યની આકાશમાં સ્થિતિ હોય છે, ગમન હોય છે અને રુકાવટ પણ હોય છે. સામાન્યતઃ આ ત્રણે અર્થક્રિયાઓ આકાશ ગુણ દ્વારા જ સંભવ માનવામાં આવે છે. આ વિચારધારાનુસાર લોકાકાશમાં ઉક્ત ત્રણ અર્થ ક્રિયાઓના
જ્ઞાનધારા-૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
૧૮૦