________________
fથવયો : પુત્રીના " ૧૦ અર્થાત્ જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી યુક્ત છે તે પુદ્ગલ છે.
પુદ્ગલનો એક નિરૂક્તિપરક અર્થ એ છે કે જે પૂરણ અને ગલન અવસ્થાને પ્રાપ્ત થાય છે તે પુગલ છે. એક અન્ય પરિભાષા અનુસાર, જીવ જેને શરીર, આહાર, વિષય, ઇન્દ્રિય આદિના રૂપમાં ગ્રહણ કરે છે તે પુદ્ગલ છે, નિર્વિભાગ દ્રવ્ય રૂપ પરમ અણુ-પરમાણુ પુદ્ગલ કહેવાય છે. પરમાણુ સ્કંધમાં મળેલા નથી હોતા તે સ્વતંત્ર પુદ્ગલ હોય છે. પુદ્ગલના મુખ્ય બે ભેદ છે - (૧) પરમાણુ કે અણુ, (૨) સ્કંધ.
પુદ્ગલનું સૂક્ષ્મતમ રૂપ પરમાણુ છે, જે અત્યંત લઘુ હોવાના કારણે ઇન્દ્રિયગ્રાહ્ય નથી હોતું. અનેક પરમાણુઓના સંયોગથી એમાં પરિમાણ ઉત્પન્ન થાય છે, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને સંસ્થાનમાં પરિણમિત થવાથી પુગલ પાંચ પ્રકારના હોય છે. પ્રત્યેક પુગલદ્રવ્યમાં આ પાંચે ગુણ રહે છે. વર્ણ પાંચ પ્રકારના છે : કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. ગંધના બે પ્રકાર : સુરભિગંધ, દુરભિગંધ. રસના પાંચ પ્રકાર : તીખો, કડવો, કષાયેલો, ખાટો, મીઠો. સ્પર્શના આઠ પ્રકાર : કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, રૂક્ષ, સ્નિગ્ધ. સંસ્થાનના પાંચ પ્રકાર : કે છ પ્રકાર છે.
પાંચ પ્રકાર માનીએ તો - પરિમંડળ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ અને આયત. છઠ્ઠો પ્રકાર માનીએ તો અનિયતની ગણના થઈ શકે છે.
શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂળતા, સંસ્થાન, અંધકાર, છાયા અને પ્રકાશ આ બધા પુદ્ગલદ્રવ્યના જ વિકાર છે. પુદ્ગલોનું સ્થૂલતમ રૂપ મહાન પર્વતો અને પૃથ્વીઓના રૂપ આદિમાં છે. ઉપરાંત સૂક્ષ્મતમ કર્મ-પરમાણુઓ સુધી પુદ્ગલદ્રવ્યના અસંખ્યાત ભેદ અને રૂપ જોવા મળે છે. પુદ્ગલ સ્કંધોનો ભેદ અને સંઘાત નિરંતર થતો રહે છે.
પુગલ શબ્દનો ઉપયોગ જૈન-સિદ્ધાંત સિવાય બૌદ્ધગ્રંથોમાં પણ જોવા મળે છે, પરંતુ ત્યાં તેનો અર્થ માત્ર શરીરી જીવો સાથે જ છે.
આમ આ પૂરણ અને ગલનના કારણે આ પુદ્ગલ નામ સાર્થક થાય છે. ધર્મદ્રવ્યઃ
બીજું અજીવદ્રવ્ય ધર્મ છે, આ અરૂપી છે, અને સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. સ્વયં ગતિ પરિણામમાં પરિણત જીવો અને પુદ્ગલોની ગતિમાં જે (જ્ઞાનધારા-૩ જ્ઞાનધારા-૩
૧૦૯ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)
I III
in India :
-
૧૦૯
કન્ય જ્ઞાનસત્ર-૩