________________
હોય છે ઃ (૧) આહાર, (૨) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) શ્વાસોચ્છ્વાસ. આ ચાર પર્યાપ્તિઓ એકેન્દ્રિય જીવમાં જોવા મળે છે. દ્વિન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં ભાષા પર્યાપ્તિ અધિક હોય છે, તથા સંશી પંચેન્દ્રિય જીવમાં મન:પર્યાપ્તિ મળીને છ પર્યાપ્તિઓ થાય છે. એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને કાપી, ભેદી કે છંદી શકતા નથી. બાદર એકેન્દ્રિય જીવોને ઘાત આદિથી પ્રાણવિહીન કરી શકાય છે.
આમ જીવનું સ્વરૂપ અને તેના ભેદ બતાવવામાં આવ્યા છે.
અજીવતત્ત્વ : અજીવદ્રવ્યના પાંચ ભેદ છે : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. અજીવ પ્રજ્ઞાપનામાં અરૂપી અને રૂપી અજીવોના ભેદપ્રભેદોનું વર્ગીકરણ તથા વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એક બીજા સાથે સંબંધિત થવાથી થવાવાળા વિકલ્પો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
રૂપી અજીવની પરિભાષા : જેનામાં રૂપ છે તે રૂપી કહેવાય છે. રૂપ અર્થાત્ રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનને ગ્રહણ કરવું તે છે. કારણ કે રસ, ગંધ આદિ વિના એકલા રૂપનું અસ્તિત્વ સંભવ નથી. પ્રત્યેક પરમાણુ રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા હોય છે. ટૂંકમાં, રૂપનો અર્થ છે - સ્પર્શ, રૂપ આદિમય મૂર્તિ, તે જેમાં છે, તે મૂર્તિક કે રૂપી કહેવાય છે. સંસારમાં જેટલી પણ રૂપાદિમાન અજીવ વસ્તુઓ છે, તે બધાની રૂપી અજીવમાં ગણના થાય છે.
અરૂપી અજીવની પરિભાષા : જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ન હોય, તે બધા અચેતન પદાર્થ અરૂપી અજીવ કહેવાય છે. અરૂપી અજીવના મુખ્ય દશ ભેદ હોવાથી તેની પ્રજ્ઞાપના - પ્રરૂપણા પણ દસ પ્રકારની કહેવામાં આવી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણેના સ્કંધ, દેશ અને પ્રદેશ તથા અક્રાકાળ એમ કુલ ૧૦ ભેદ હોય છે. પુદ્ગલ :
અજીવદ્રવ્યોમાં રૂપવાન દ્રવ્ય પુદ્ગલ છે. બાકીના બધા અરૂપી છે. જેટલા પણ મૂર્તિમાન પદાર્થ વિશ્વમાં દેખાય છે, તે બધા પુદ્ગલદ્રવ્યના વિવિધ રૂપ છે. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ - આ ચારે તત્ત્વ, વૃક્ષો, પશુ-પક્ષી આદિ જીવો અને મનુષ્યોનાં શરીર - આ બધા પુદ્ગલના જ રૂપ છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં પુદ્ગલનું લક્ષણ આપતાં કહ્યું છે કે - “સ્પર્શમ
જ્ઞાનધારા - ૩
૧૦૮
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩