________________
સમ્યકત્વ આદિ ગુણોથી યુક્ત હોય છે. સંસારસ્થ પ્રાણી જીવાજીવનું સંમિલિત રૂપ છે. સંસારસ્થ પ્રાણીને દેહાદિનું પ્રાપ્ત હોય છે તેનો અજીવની સાથે સંયોગ હોય છે. વ્યવહારમાં દેહાદિયુક્ત પ્રાણીઓને જ જીવ કહેવામાં આવે છે. આવા જીવોનું અનેક પ્રકારથી વિભાજન કરવામાં આવે છે. ચાર ગતિના આધારે તેઓને (૧) નરકગતિ, (૨) તિર્યંચગતિ (૩) મનુષ્યગતિ, (૪) દેવગતિના જીવોમાં વિભક્ત કરવામાં આવે છે, તેમ જ પ્રત્યેક જીવોના ઇન્દ્રિયોના ભેદાનુસાર પાંચ પ્રકાર છે - એકેન્દ્રિય જીવ તે છે જેને એક માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે.
એનાં પાંચ ભેદ છે - પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય, દ્વિન્દ્રિય જીવો તે છે જેને સ્પર્શ અને રસના બે હોય છે. દા.ત, કૃમિ, શંખ, શબૂક, ઘોંઘરી, શુક્તિસંપુટ. એ જ પ્રકારે કીડી વર્ગના સ્પર્શ, રસના અને ઘાણયુક્ત પ્રાણી ત્રિક્રિય છે. ભ્રમર વર્ગના નેત્ર સહિત ચતુરિન્દ્રિય અને બાકીના પશુ, પક્ષી અને મનુષ્ય વર્ગના શ્રોત્રેન્દ્રિય સહિત જીવ પંચેન્દ્રિય કહેવાય છે. એકેન્દ્રિય જીવોને સ્થાવર અને કિન્દ્રિયાદિ બધા જીવોને ત્રસસંજ્ઞા આપવામાં આવેલી છે. આ એક-એક શરીરધારી વૃક્ષાદિ સમસ્ત પ્રાણીઓનાં શરીરમાં સાધારણ જીવોની સત્તા માનવામાં આવી છે. જેને આહાર, શ્વાસોચ્છવાસ આદિ જીવન ક્રિયાઓ એક સાથે થાય છે. આ સામાન્ય શરીરને નિગોદ કહેવામાં આવે છે.
આવા જીવોની સંખ્યા અનંત માનવામાં આવી છે. एग - निगोद - सरीरे जीवा दव्वप्पमाणदो दिट्ठा । सिद्धेहिं अनन्तगुणा, सव्वेण विदीदकालेण ॥
આ નિગોદવર્તી જીવોનું આયુ-પ્રમાણ અતિ અલ્પ માનવામાં આવ્યું છે. ત્યાં સુધી કે એક શ્વાસોચ્છવાસ કાળમાં એનું અઢાર વાર જીવન અને મરણ થાય છે. આ જીવોની અનંત રાશિ છે, જેમાંથી ક્રમશઃ જીવ ઉપરની યોનિઓમાં આવતા રહે છે, અને મુક્ત જીવોના સંસારમાંથી નીકળવા પર પણ સંસારી જીવનધારાને અનંત બનાવી રાખે છે. આ પ્રકારના સાધારણ જીવોની માન્યતા જેન-સિદ્ધાંતની પોતાની વિશેષતા છે.
પર્યાપ્ત અને અપર્યાપ્તના આધારે પણ જીવોનું વિભાજન કરવામાં આવ્યું છે. પર્યાપ્તના આધારે અર્થાત્ પોતાના યોગ્ય આહાર, ઇન્દ્રિય આદિ પર્યાપ્તિઓને ગ્રહણ કરી કાર્ય પૂર્ણ કરી લેવું. અપર્યાપ્ત એટલે આ પર્યાપ્તિઓને પૂર્ણ ન કરવું. એક જીવમાં ઓછામાં ઓછી ચાર પર્યાપ્તિ (જ્ઞાનધારા-૩ = ૧૦૦ ન્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]