________________
વર્ણત વિષયવસ્તુનું જ્ઞાનપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ આદિ સાથે મેળ ખાય છે." * રચના શૈલીઃ પ્રજ્ઞાપના સૂત્ર ઉપાંગોમાં સૌથી મોટું સૂત્ર છે. સમગ્ર ગ્રંથની રચના પ્રશ્નોત્તર રૂપમાં છે. આ આગમ મુખ્યતયા ગદ્યાત્મક છે, કેટલોક ભાગ પદ્યમાં પણ છે. તેમાં આવેલી ગાથાઓનું પરિમાણ ૨૭૨ છે. પદોના આરંભમાં વિષય કે દ્વાર સૂચક અને ક્રમાંક મધ્યમાં તો ક્યાંક ઉપસંહારક સૂચક ગાથાઓ આવેલી છે. વિષયોનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. ગ્રંથ પ્રકરણોમાં વિભક્ત છે, જેને પદ કહેવામાં આવ્યા છે. સૂત્રની ભાષા અર્ધમાગધી છે.
જિનભદ્રગણિએ દ્રવ્યાનુયોગના બે ભેદ કર્યા છે - જીવદ્રવ્ય, અજીવ દ્રવ્યાનુયોગ
પ્રજ્ઞાપના સૂત્રમાં પદ્રવ્યોનું વર્ણન દ્રવ્યાનુયોગનો એક મુખ્ય વિષય છે. ષડુ દ્રવ્ય : ૧. જીવ, ૨. અજીવ-ધર્મ, અધર્મ, આકાશ, પુગલ, કાળ.
જીવઃ જીવ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને અનાદિ અનંત છે. જીવના સ્વરૂપનું વર્ણન કરતાં શ્રી નેમીચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ કહ્યું છે - ___“जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो ।
भोत्ता संसारत्थो सिद्धो सो विस्ससोड्ढगई ॥"७ અર્થાતુ જીવ ઉપયોગમય હોય છે. અમૂર્તિક હોય છે. કર્તા અને ભોક્તા હોય છે. તે સ્વદેહ પરિમાણ હોય છે. સ્વભાવથી તે ઊર્ધ્વગતિ કરે છે. જીવદ્રવ્ય ચેતનાલક્ષણ યુક્ત હોય છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારના છે : (૧) સાકાર, (૨) નિરાકાર. સાકાર ઉપયોગને જ્ઞાન અને નિરાકાર ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. આ પ્રમાણે જે દ્રવ્ય જ્ઞાન અને દર્શનયુક્ત હોય છે, તે જીવ છે. આ જીવની ઓળખ વ્યવહારમાં પાંચ ઇન્દ્રિયો, મન, વચન અને કાય રૂપ ત્રણ બળ તથા શ્વાસોચ્છવાસ અને આયુ, આ દસ પ્રાણ રૂપ લક્ષણોની ઓછી-વધતી સત્તા દ્વારા થઈ શકે છે. "पंच वि इंदियपाणा मनवचकायेसु तिष्णि बलपाणा । आणप्पाणप्पाणा आउगपाणेण होंति दस पाणा ॥८
સંસારમાં જીવ બે પ્રકારના હોય છે : સંસારસ્થ અને સિદ્ધ. સિદ્ધ જીવ આઠ કર્મોથી મુક્ત થઈ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, ક્ષાયિક જ્ઞિાનધારા-૩ ૧૦૬ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩]