________________
વ.૫. ૬૮૦ માં તો એ અલૌકિક અદ્ભુત કરુણા કોઈ અદ્ભુત શબ્દો રૂપે છલકાઈ ગઈ છે, એ મહાકરુણામય પત્રમાં શ્રીમદ્જીની ખરી અંતરદશા, પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્ય, અદ્ભુત વીતરાગતા સાથે અસીમ કરુણાની ઝાંખી આપણને મળે છે અને એ પત્રની પૂર્ણાહુતિમાં સર્વ સાર સમાઈ ગયો છે. એમનું અંતર જ જાણે શબ્દો રૂપે આવી ગયું ન હોય ! “આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ બંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કરુણાવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શન કરવાની પ્રેરણા કરે છે. ૐ શ્રી મહાવીર.” આ અંગત પત્રથી કૃપાળુદેવનો અંતર આત્મા જ જાણે ખુલ્લો પડી ગયો; કેવી અદ્ભુત દશામાં પોતે પણ ઝૂલતા હશે ! કેટલી આત્માની શુદ્ધતા અને સાથે વૈરાગ્ય અને અસીમ કરુણા ! એ જ દશાની વધતી વધતી શ્રેણીમાં પ્રભુશ્રીથી માત્ર ૧ ૧/૨ કલાકમાં ૧૪૨ ગાથામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચાઈ ગયું. એ સુંદર, સરળ અને સમાર્ગ બોધથી છલોછલ ભરેલી ૧૪૨ ગાથાઓ જો આપણે શાંત ચિત્તથી ભક્તિસભર અંતરથી અવલોકીએ તો કૃપાળુદેવની તે સમયની અંતરની અદ્ભુત વિશુદ્ધિનો ખ્યાલ આવી જ જાય, આવ્યા વિના ન જ રહે.
“જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”
એમના સદ્ગુરુ ભગવંત એટલે શ્રી મહાવીરસ્વામી. શ્રી મહાવીર સર્વ દુઃખના અંત માટે જે બોધ, જે માર્ગ શ્રીમદ્જીને પૂર્વે આવ્યો હતો, તે જ આખેઆખો આ અદ્ભુત શાસ્ત્રમાં જગતના અનંત જીવોના કલ્યાણ અર્થે અંકિત થઈ ગયો ! આત્માનું સ્વરૂપ, મોક્ષમાર્ગનો બોધ, બધું જ આ શાસ્ત્રમાં સમાઈ ગયું છે.
“અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો ! અહો ! ઉપકાર.”
અહીં આ શાસ્ત્ર તો શ્રીમદ્ભુના અંતરપ્રવાહનો રત્નચિંતામણિ જડિત મુગુટ સમાન અત્યંત તેજસ્વિતા સહિત શોભી રહ્યો છે ! અંતરઆત્મની આવી વિશુદ્ધિનો જ્યારે આપણે વિચાર કરીએ તો શ્રીમદ્ભુ ભાવ અપેક્ષાએ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને જ હતા. એ આપણને નિઃસંશય જણાય અને એ અંતરંગ ઉત્કૃષ્ટત્તમ દશા હવે બાહ્ય પણ થાય, એવી જે એમની જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા-૩
૧૫