________________
તીવ્ર ભાવના “અપૂર્વ અવસર” નામના પરમપદની પ્રાપ્તિની ભાવના રૂપ પદમાં છલકી રહી છે. અને એમની ખરી અંતરંગ સ્થિતિ માટે જે કોઈ જીવને અલ્પ પણ શંકા હોય તે આ પદના અવલોકનથી ભાંગી પડે ! ખરા મુનિ જેમને સમર્થ આચાર્યોએ હાલતા-ચાલતા સિદ્ધ'ની ઉપમા આપી છે, એવા મુનિપણાની આવી સ્પષ્ટ વિસ્તારપૂર્વકની કથની ક્યાંથી આવવી સંભવે ? જેમને ખરા મુનિપણાનું ઉત્તમ જ્ઞાન હોય, પ્રત્યક્ષ અનુભવ હોય, અંતરંગ એવી જ દશા હોય, તેમના જ અંતરમાંથી આવી અપૂર્વ ભાવના સંભવે!
“સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ, દેહે પણ કિંચિત્ મૂચ્છ નવ જોય જો, અપૂર્ણ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાાર નિગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીણ છેદીને,
વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો !” આટલો તીવ્ર વૈરાગ્ય, આવી અદ્ભુત અનુપમ ભાવના ! અહો વંદના વંદના શ્રી પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીને અનંતા વંદન!
વ.. ૭૬૭ઃ “પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ થતો નથી, અને પરમ શ્રેષથી પરિષહ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને શ્રેષ નથી, તે પુરુષરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર.”
વ.૫. ૯૫૧ : “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં વચ્ચે સહારાનું રણ સંપ્રાપ્ત થયું.
માથે ઘણો બોજો રહ્યો હતો, તે આત્મવીર્ય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય, તેમ પ્રઘટના કરતાં, પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. એ જ અભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે...”
શાનિધારા - ૩
સ.
જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩