________________
અહીં આપણા શ્રીમદ્ભુ શાંત થઈ ગયા હોય એમ જણાય છે. નિર્વિકલ્પ થઈ ગયા હોય એમ જણાય છે. જે અંતરની વિટંબણા ૨૩મા વર્ષમાં થતી હતી તે અહીં સમાધાન પામી ગઈ હશે ! એવું મને લાગે છે. આટલી અસીમ કરુણા, પરમ વીતરાગતા, અને વૈરાગ્ય વિના સંભવતી નથી. અન્ય કોઈ લાગણી નથી, માત્ર એક જ ભાવના છે કે બધા સન્માર્ગને પામી મોક્ષાર્થી બની જાય. એમની આ નિર્લેપતા, અસંગતા, ૧.૫. ૨૩૪માં શ્રી સૌભાગ્યભાઈને જણાવે છે -
“પોતાનું અથવા પારકું જેને કાંઈ રહ્યું નથી, એવી કોઈ દશા, તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે. આ દેહે જ છે. અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે, તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી.....” આ વાત તો બહુ જ મર્મસભર અને ઊંચી દશાની છે. આવી ઉત્તમ અસંગતા એમની નિરંતર રહ્યા કરે છે. છતાં તેમને બાહ્ય ઉપાધિ ઓછી નહોતી. વ્યાવહારિક કામકાજ તો હતાં જ, જેમાં એમને રહેવું પડતું હતું, છતાં એમનો પુરુષાર્થ એટલો બધો મહાન હતો કે વ્યાવહારિક ઉપાધિ છતાં પોતાની અંતરંગ દશામાં અલ્પ પણ ન્યૂનતા આવવા દેતા નહોતા. સન્માર્ગ શુદ્ધ-સત્-આત્માર્થ પ્રત્યેની એમની ઝૂરણા - લાગણી તો અનંતી હતી. અને સાથે હતી સર્વજીવો માટે અસીમ કરુણા; જે વ.૫. ૨૭૭ માં આ શબ્દોમાં ઊતરી આવી -
“ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો (શ્રી સૌભાગ્યભાઈ), કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે અને હરિ જાણે છે.” ઉપાધિ પ્રસંગોમાં પણ આવું ઉત્તમ જ્ઞાતા-દ્રષ્ટાપણું આવા પરમ આત્મા જ સાધી શકે છે.
સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક એવાં છ પદ આ પત્રમાં અતિ સરળ ભાષામાં લખાઈ ગયાં છે. અને સાથે અપૂર્વ માર્ગની પ્રાપ્તિ માટે સદ્ગુરુદેવની ભક્તિ - સેવના એ જ મહા કલ્યાણરૂપ છે, એવી પ્રેરણા પણ એમણે આપી છે. શ્રીમદ્ઘના પ્રત્યેકે પ્રત્યેક પત્રમાં એમના અંતરમાં અખંડપણે વહેતી વીતરાગી કરુણાની ધારાનું પાન કરી શકીએ છીએ. એમના પ્રકાશમય-વિશુદ્ધ અંતરમાં એક મોટી ભાવના એ જ હતી કે એમના સમાગમમાં આવીને જીવો નિર્માણમાર્ગને સમજીને, શ્રદ્ધિને પરમ ભક્તિ સહિત આદરે. આવી જગતતારિણી કરુણા એમના મહા વિશાળ હૃદયમાં તો શું, એમના લખાયલા એકેક શબ્દમાંથી છલકે છે.
જ્ઞાનધારા ૩
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
----
૧૪
657
▬▬▬▬▬