________________
જ જહેમત અને સમય માંગી લે છે. વળી તેમાં વિષયોના તાણાવાણા અને ગાણિતિક ફરજિયાત આપણી યાદદાસ્ત માટે પડકારરૂપ છે. આપણી સમજમાં કેટલું આવે તે કહેવું મુશ્કેલ છે. જિનવરોએ તેનો ઉપદેશ આપેલો છે. ભાવ આરોગ્ય પાત્રતા પ્રમાણે ભવી જીવો બોધ પ્રાપ્ત કરે છે.
જિનાગમમાં દ્રવ્યની વ્યાખ્યા બે રીતે કરવામાં આવી છે : (૧) ઉત્પાદ્રિ છત્ય યુક્ત સત્ | (૨) TU પર્યાયવઃ દ્રવ્યમ્ |
તત્ત્વાર્થ સૂત્ર' પાંચમો અધ્યાય - સૂત્ર નં.૨૯ અને ૩૭ શ્રી ઉમાસ્વાતિજી. પ્રથમ વ્યાખ્યામાં ક્રિયાત્મક્તા - ઉત્પન્ન - વિનાશ અને આમ છતાં દ્રવ્યનું નિશ્ચિત્તપણું.
બીજી વ્યાખ્યામાં દ્રવ્યમાં ગુણ અને પર્યાય રહેલા છે. દ્રવ્ય દર સમયે પરિવર્તન પામે છે. આ દ્રવ્યની પરિવર્તન કરવાની શક્તિ એ તેનો ગુણ છે, અને તેનાથી થતું પરિવર્તન એ તેનો પર્યાય છે. એટલે કે ગુણ એ કારણ છે અને પર્યાય એ કાર્ય છે. દ્રવ્યમાં ગુણ એ સામાન્ય અને પર્યાય એ વિશેષ છે. એટલે સામાન્યના અર્થપર્યાય અને વિશેષના વ્યંજન પર્યાય પ્રગટ થાય છે.
દ્રવ્યની રજૂઆત નય દ્વારા કરવામાં આવે છે. દ્રવ્યની વ્યાખ્યા પ્રમાણે નય બે રીતે રજૂ કરી શકાય ઃ (૧) દ્રવ્યાથિકનય (૨) પર્યાયથિકનય. ભાષા દ્વારા કુલ સાત પ્રકારના નયોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ ત્રણ નય દ્રવ્યાધિક અને બાકીના ચાર નય પર્યાયધિક નય ગણાય છે.
દ્રવ્યમાં જીવદ્રવ્ય કરતાં અજીવદ્રવ્યની પ્રજ્ઞાપના નાની છે. અજીવદ્રવ્યમાં પુદ્ગલ કરતાં બાકીનાં ચાર દ્રવ્યની પ્રજ્ઞાપના નાની છે. ચાર અજીવદ્રવ્યોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) કાળ. અજીવદ્રવ્યના બે વિભાગ છે : (૧) રૂપી અજીવ (૨) અરૂપી અજીવ.
અરૂપી અજીવમાં (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) કાળ મુખ્ય છે. પ્રથમ ત્રણ અસ્તિકાય છે. તેના સ્કંધ, દેશ અને પ્રદેશ આમ ૩ વિભાગ થાય. કાળ અસ્તિકાય નથી પણ રેતીના ઢગલા સમાન છે. હવે અરૂપી અજીવના ૩૪૩૪૯+૧ આમ કુલ દશ વિભાગ થયા. આ ઉપરાંત (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ જ્ઞાનધારા -૩
૧૫ર જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)