________________
અને ગુણ પ્રમાણે ૨૦ ભેદ થયા. (૪૪૫=૨૦) આમ કુલ અરૂપી અજીવના ૨૦+૧૦=૩૦ ભેદો થયા.
રૂપી અજીવમાં પુદ્ગલ આવે છે. પુદ્ગલને (૧) દેશ, (૨) પ્રદેશ, (૩) સ્કંધ અને (૪) પરમાણુ હોય છે. આ બધાને (૧) વર્ણ, (૨) ગંધ, (૩) રસ, (૪) સ્પર્શ અને (૫) સંસ્થાન હોય છે. વર્ણ પાંચ પ્રકારના, ગંધ બે પ્રકારની, રસ પાંચ પ્રકારના, સ્પર્શ આઠ પ્રકારના અને સંસ્થાન પાંચ પ્રકારના. તેના કુલ ૫૩૦ ભેદ થાય છે. પરમાણુમાં ઓછામાં ઓછાં પાંચ તત્ત્વો હોય છે. ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ.
આમ અરૂપી અજીવના ૩૦ અને રૂપી અજીવના ૫૩૦ ભેદ મળીને કુલ ૫૬૦ ભેદ અજીવદ્રવ્યના થાય છે.
હવે આપણે જીવવિજ્ઞાનની વાત કરીએ.
આ લોકમાં અનંત પુદ્ગલ વર્ગણાઓ છે. તેને પાંચ મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવી છે : (૧) આહારક (૨) તેજસ (૩) કાર્પણ (૪) ઔદારિક (૫) વૈક્રિય.
હવે જીવદ્રવ્ય સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત, એક ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિય સુધીના બધા જીવો આ વર્ગણાઓને ગ્રહણ કરે છે. કાર્પણ વર્ગણાના પુદ્ગલોનું જીવ સાથેનું સંઘાત અને વિઘાતની ક્રિયાથી કર્મનું બંધાવું અને છૂટવું શક્ય બને છે. તેનાથી ભવચક્રનું નિર્માણ થાય છે. આ ભવચક્ર ચાર ગતિનું છે : (૧) નારકન (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ. જીવદ્રવ્ય પોતાની ગતિ પ્રમાણે શરીરની પ્રાપ્તિ કરીને કર્મવર્ગણાના ભાર હેઠળ અનંતાઅનંત જન્મમરણના ફેરા, નિગોદથી માંડીને દેવ ગતિ સુધી કરે છે. આ અભિમન્યુના કોઠામાંથી બહાર નીકળવાનો એક માર્ગ છે, અને તે છે સંપૂર્ણ કર્મનાશ. આ સંપૂર્ણ કર્મનાશથી અજરઅમર સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે.
-
જીવદ્રવ્યમાં સૂક્ષ્મ અને સ્થૂળનું ખાસ મહત્ત્વ એ છે કે તે પોતે સ્વતંત્ર છે. પોતાની સ્વતંત્ર શક્તિથી ભાવિનું નિર્માણ કરે છે. જીવની અધોગતિ એટલે નારકી અને તિર્યંચ તરફ પ્રયાણ અને ઊર્ધ્વગતિ એટલે મનુષ્ય અને દેવગતિ તરફ પ્રયાણ.
જીવદ્રવ્યના બે વિભાગ છે : (૧) સિદ્ધ (૨) સંસારી. માત્ર મનુષ્ય સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. સિદ્ધમાં અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ એવા બે પ્રકાર છે. કુલ સિદ્ધ જીવો ૨૨ પ્રકારના છે. (૧૫+૭=૨૨). સિદ્ધ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩
જ્ઞાનધારા-૩
૧૫૩